- મારૂતિ કુરિયર-પ્રભુગ્રુપ દ્વારા પરષોતમ રૂપાલાનો યોજાયો સ્વાગત સમારોહ
- ભારત દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બની રહેશે: રૂપાલા
જાણીતા ભાગવદ્ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ના સાનિધ્યમાં લોકલાડીલા નેતા અને ગુજરાતનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરનાર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી, 10-રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલાનું મારુતિ કુરિયર અને પ્રભુ ગ્રુપના દ્વારા સ્વાગત સમારંભનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજુભાઈ પોબારુ દ્વારા ઊપસ્થિત સર્વે લોકો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. આ પ્રસંગે રામભાઇ મોકરીયા દ્વારા પરસોતમભાઈ રૂપાલા સાથેના પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતુ કે મારી રાજકીય કારકિર્દી દરમ્યાન અવારનવાર મને પરશોત્તમભાઈ રૂપાલા ની લાંબી રાજકીય કારકિર્દી અને સામાજિક જીવન ના બહોળા અનુભવરૂપી ભાથું તેમજ માર્ગદર્શનરૂપી હુંફ મળેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને નેતૃત્વ માં આવનારી લોક્સભા ચુંટણીમાં રાજકોટ લોકસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને જંગી લીડ થી ચૂંટી કાઢવા આહ્વાન કરી ઉપસ્થિત સર્વે લોકો ને જંગી મતદાન કરવા માટે ની અપીલ પણ કરી હતી.
આ તકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા એ પોતાના પ્રવચન માં જણાવ્યું હતું કોરાના સમયે દેશ ભયાનક સંકટ માંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે સમગ્ર દુનિયા આ મહામારી સામે ઝઝૂમી રહી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી સૌ પ્રથમ વખત સમગ્ર દેશ માં વિનામુલ્યે સ્વદેશી રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી સમગ્ર દેશ ને કોરોના મહામારી માં થી મુક્ત કરી તેમજ વિશ્વ ના 100 થી વધુ દેશો ને સ્વદેશી વેક્સીન આપીને વિશ્વભર ની પ્રશંશા મેળવેલ હતી.
પ્રધાનમંત્રીના માર્ગદર્શન માં ભારત આર્થિક મહાસત્તા માં 11 માં નંબરે થી 5 માં નંબરે આવી ગયું છે અને આગામી વર્ષો માં નરેન્દ્રભાઈ ની ત્રીજી ટર્મ માં દેશ દુનિયા ની ત્રીજી અર્થ વ્યવસ્થા બની રહેશે.
વધુમાં જણાવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પહેલી વાર પાર્લામેન્ટની તિજોરીને પંચાયત ની તિજોરી સાથે જોડી ગામડાઓ ને અદ્યતન ટેકનોલોજી સાથે વિકસીત કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં જેને વાઈબ્રન્ટ વિલેજ તરીકે ઓળખાવામાં આવ્યું છે. ડિફેન્સ સેકટર માં કરવામાં આવેલા સુધારાઓ વિસ્તુત રીતે વર્ણવ્યા હતા અને સ્વદેશી વિક્રાંત જહાજ ની પણ માહિતી આપી હતી . તેમજ ડિફેન્સ સેકટર માં કરવામાં આવતા એક્સપોર્ટ અંગે પણ માહિતી આપી હતી અને મોકારીયા પરિવાર અને પોબારું પરિવાર નો આભાર માન્યો હતો.
પૂ. ભાઈ દ્વારા આશીર્વચનમાં યુવા પેઢીને ભાગવતના ઉદાહરણો આપતા ધર્મ, સંસ્કારોના ગુણો વિશે માર્ગદર્શન આપી આશીર્વચન પૂરા પાડી ઉપસ્થિત સર્વે લોકો ને જંગી મતદાન કરવા માટે ની અપીલ પણ કરતા જણાવ્યું હતું કે જનતાએ લોકપ્રતિનિધિ ને ચુંટ્યા પછી પાંચ વર્ષ પછી વિકાસ ના કામોનો હિસાબ આપે ત્યારે સન્માન કરવું જોઈએ. ત્યારે અત્રે રૂપાલાજી દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલ અગણિત વિકાસના કામોનો હિસાબ આપેલ છે. દેશને સતત વિકાસની ઉચાઇ પર આરૂઢ કરેલ છે અને વિશ્વભર માં ’ મોદી મોદી ’ થઇ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પુછાય છે અને પૂજાય પણ છે અને પૂજનીય પણ છે. આજે દેશનો આંખે વળગે તેવો વિકાસ થયો છે. રાષ્ટ્ર ને થર્ડ ઈકોનોમી તરફ લઇ જઈ રહ્યા છે. ત્યારે લોકસભા ચુંટણીરૂપી લોકશાહી નું આ પર્વ આવેલ છે ત્યારે પ્રજાજન તરીકે આપણે ઉત્સાહ અને નિષ્ઠા સાથે મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહી ના આ પર્વ ને દીપાવી અને એક જાગૃત નાગરિક તરીકે લોકશાહી પ્રત્યે નું કર્તવ્ય નિભાવીએ. આપણા નીર્યાણક મતો સાથે પ્રચંડ બહુમતી થી ચુંટાયેલ સરકાર મજબુત હોય છે. વિકાસ ને વરેલી સરકારને ચૂંટી ને આ વણથંભી વિકાસ ની રફતાર ને વધુ તેજ બનાવીએ.તેમજ દેશ ને વિશ્વભર માં સક્ષમ, શક્તિશાળી અને સમર્થ બનાવનાર નરેન્દ્રભાઈ મોદી ના માં ભારતી ને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા સહભાગી બનીએ.
આ પ્રસંગે કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા , ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા, ડો . દર્શિતાબેન શાહ, પટેલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વી.પી. વૈશ્નવ, ભારતીય જનતા પાર્ટી ના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા , કોર્પોરેટર મનીષ રાડીયા , પૂર્વ મેયર પ્રદીપ ડવ , પૂર્વ પ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત ભૂપત બોદર, કિરીટભાઈ પાઠક, ડો. પ્રકાશભાઈ મોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, સામાજિક અગ્રણી, જયેશભાઈ ઉપાધ્યાય વીરાભાઇ હુંબલ, યોગેશ પાંચાણી, પરેશભાઈ ગજેરા ,મૌલેશભાઈ ઉકાણી , દિનેશભાઈ પારેખ, બકુલભાઈ રાજાણી સહિતના અનેક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જયભાઈ એ કરેલ હતું.
પરષોતમ રૂપાલાની એડવોકેટ અનિલ દેસાઇના આંગણે ભવ્ય આગતા સ્વાગતા
વિવિધ ધર્મ સમાજના આગેવાનો વકીલો, વેપારી સામાજીક રાજકીય આગેવાનોનો રૂપાલાના વિજયનો સામુહિક કોલ
લોકસભાની ચુંટણીના પડધમ વાગી ચુકયા છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ 10 લોકસભા બેઠક પર ભાજપે પાટીદાર પાણીદાર નેતા પરષોતમભાઇ રૂપાલાને મેદાનમાં ઉતારેલ છે.રૂપાલાનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહેલ ભાજપ લીગલ સેલના એડવોકેટ અનિલભાઇ દેસાઇના મહેમાન બન્યા હતા. અને શહેરના સામાજીક આગેવાનોએ અભિવાદન કરી વિજયનો આગોતરી શુભેચ્છા પાઠવેલ.
ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના એડવોકેટ અનિલભાઈ દેસાઈના નિવાસ સ્થાને રાજકોટ 10 લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાજી એ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્રના જાહેર જીવનના અનેક શ્રેષ્ઠિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલા સાથે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા,રાજકોટના ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, મનીષભાઈ ભટ્ટ સહિતના અનેક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજના વરિષ્ઠ આગેવાનો જ્યોતીન્દ્ર મામા મહેતા, હરેશભાઈ વોરા, ઉપેનભાઈ મોદી, હેમલભાઈ મહેતા, મિહિરભાઈ મણિયાર, નિપુણભાઈ દોશી, મદનભાઈ ભીમાણી, અતુલભાઇ શેઠ, જયભાઈ તુરખીયા, ડોલરભાઈ કોઠારી, ભાવિનભાઈ દફ્તરી, કેતનભાઇ વોરા, નિવીદભાઈ પારેખ, રશ્મિભાઈ મોદી, અમીશભાઈ દેસાઈ, પ્રવીણભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા, જયેશભાઈ વસા, જનેશભાઈ અજમેરા દિલેશભાઈ શાહ, દિપકભાઈ ભીમાણી, હર્ષલભાઈ મણિયાર, મુકેશભાઈ શેઠ, વી ટી તુરખીયા, ભરતભાઈ દોશી પથિકભાઈ દફ્તરી, આશિષભાઈ શાહ, હેમાંશુભાઈ પારેખ, જયેશભાઈ સંઘાણી, પારસ ભાઈ મોદી, મુકેશભાઈ બાટવીયા, અરૂણભાઇ દેસાઈ, રાષ્ટ્રીય સેવક સંઘના ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, ચંદુભાઈ વિરાણી, ડો. કાંતભાઈ જોગાણી, પ્રવીણભાઈ કોઠારી, વેજાભાઈ રાવલિયા, ચંદ્રકાંતભાઈ શેઠ, મધુભાઈ ખંધાર, સુજીતભાઈ ઉદાણી,એડ. કમલેશભાઇ શાહ, ડો. તેજશ કરમટા, કલ્પકભાઈ મણિયાર, પિયુષભાઈ મહેતા, રાજકોટ બાર એસોસિએશનના અર્જુનભાઈ પટેલ, ડો. શ્યામ ગોહિલ, ડો. પ્રકાશ મોઢા, ડોલરભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા તથા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.કિશોરભાઈ દેસાઈ અને નલીનભાઈ દેસાઈ, મલય દેસાઈ તથા કેન્સર સર્જન ડો. બબીતાબેન હાપાણી અને જનરલ એડ્વોકેટ્સ માં કિરીટભાઈ પાઠક, વિશાલભાઈ વસા, કમલેશભાઈ ડોડીયા, હાર્દિકભાઈ ડોડીયા, લલિતસિંહ શાહી, જયુભાઈ મહેતા, અર્જુનભાઈ પટેલ, પ્રફુલભાઈ વસાણી, કિશોરભાઈ સખીયા, રજનીબા રાણા, રૂપરાજ સિંહ પરમાર, ભરતભાઈ ભટ્ટ, મુકેશભાઈ દેસાઈ, પંકજભાઈ રાવલ, રમેશભાઈ ટીલાળા, હેમલભાઈ કામદાર, મૌલિકભાઈ રાઠોડ, આબિદભાઈ શોશણ, ઋષિતભાઈ પટેલ, જયેશભાઈ દોશી, તુલસીદાસ ગોંડલીયા, પ્રવીણભાઈ કોટેચા, અજયભાઈ જોશી, નલીનભાઈ પટેલ, મુકુંદસિંહ સરવૈયા, એસ.કે વોરા, સી એચ દક્ષિણી સહિતના સૌ આગેવાનોએ રૂપાલાજીને આગામી ચૂંટણી અંગે શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત જાણીતા એડ્વોકેટ્સ કિરીટભાઈ પાઠક, હાર્દિકભાઈ ડોડીયા, મુકેશભાઈ દેસાઈ ઉપરાંત વેપારી અગ્રણીઓ માં મહેન્દ્રભાઈ મહેતા, કૌશિકભાઈ ભોજાણી, દેવુભાઈ જીવરાજાણી, કાર્તિકભાઇ પારેખ, અમુભાઈ શિયાણી, જગદીશભાઈ સોનવાણી, જયેશભાઈ પોપટ, ચંદુભાઈ વિરાણી, મનીષભાઈ ભટ્ટ, રાજુભાઈ ઠાકર તથા જાણીતા બિલ્ડર ગુણુભાઈ ભાદાણી, જાણીતા ડોક્ટર ડો.પારસભાઈ શાહ, ડો.સંજયભાઈ ગદરે, ડો જીતેન્દ્ર અમલાણી, ડો યજ્ઞેશભાઇ પોપટ, ડો બંકીમભાઈ થાનકી, ડો પ્રફુલભાઈ કમાણી, ડો શ્યામભાઈ ગોહિલ, ડો. નિલભાઈ ગોહિલ, ડો. કીર્તિ પટેલ, ડો ભૌમિક ભાઈ ભાયાણી, ડો દીપાબેન મણિયાર, ડો મલયભાઈ ઢેબર, ડો નીતિનભાઈ ટોળીયા,ડો પ્રકાશભાઈ મોઢા, ડો દિનેશભાઈ ચૌહાણ, ડો કે બી પંડ્યા,ડો. રાજેશભાઈ તૈલી, ડો નયનભાઈ કાલાવડીયા, ડો અમિતભાઈ હાપાણી, ડો કાંતભાઈ જોગાણી, પરાગભાઈ મહેતા, ડો કિરીટભાઈ પટેલ, ડો નિતાબેન ઠક્કર, ડો શીલ્પાબેન મહેતા, ડો અશોકભાઈ મહેતા ઉપરાંત ઓફીસ એડ્વોકેટ્સ માં રાજેશભાઈ દલ, રક્ષિતભાઈ કલોલા, મૌલિકભાઈ સાયાણી, દિપકભાઈ દવે, નિરવભાઈ ઠુંમ,ર સતિષભાઈ માટલીયા, શૈલેષભાઈ મોરી, શૈલેષભાઈ પંડિત, રીતીનભાઈ મેંદપરા, દેવાંશુંભાઈ સોલંકી, રાજેશભાઈ શાહ, રામજીભાઈ મકવાણા, દિનેશભાઈ વારોતરીયા, કિશનભાઇ પટેલ, કૌશિકભાઇ મકવાણા, સાવનભાઈ ગલાણી, વર્સીષભાઈ જોશી, વિનુભાઈ વાઢેર, વિજયભાઈ ભલસોડ, જસ્મીનભાઇ ઠાકર, પ્રફુલભાઈ દવે અને પંચનાથ મંદિરના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને ટ્રસ્ટીઓ વસંતભાઈ જસાણી, નીતિનભાઈ મણીયાર, મનુભાઈ ગોહેલ, નારણભાઈ લાલકીયા અને સંદીપભાઈ ડોડીયા પોતાનો સમય આપી હાજર રહ્યા હતા અને રૂપાલાજીને શુભકામના પાઠવેલ હતી.
સંતાનોના લગ્નમાં જીવન મૂડી ખર્ચી નાખનાર પરિવાર માટે સમૂહ લગ્ન આશિર્વાદરૂપ: પરષોત્તમ રૂપાલા
ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના સમૂહ લગ્નમાં પરષોત્તમ રૂપાલા સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ
ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના સહયોગથી યોજાયેલા 11માં સર્વજ્ઞાતિ 51 દિકરીઓના સમુહ લગ્નોત્સવ અને લોકડાયરામાં કેન્દ્રીય પશુપાલન મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રેરક હાજરી આપી હતી.
આ તકે પરશોત્તમભાઈ રૂપાલાએ નવદંપતિઓને સુખી દાંમ્પત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. આ તકે રાજ્યના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર તેમજ ડી.કે. સખીયા, કોર્પોરેટર વીનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા તેમજ દાતાઓ, વિવિધ સમાજ તથા સંસ્થાઓના આગેવાનો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે 52શોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે હિન્દુ ધર્મમાં લગ્નને કરાર આધારીત નહી પણ એક મહત્વના સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્ત્રી-પુરૂષ માટે લગ્ન સંસ્કારએ મહત્વનું ધાર્મિક કર્તવ્ય બની જાય છે. ત્યારે દિકરા-દિકરીના લગ્નમાં પોતાની મરણ મુડી ખર્ચી નાંખતા મા-બાપ માટે આવા સમુહ લગ્નના આયોજનએ આશિર્વાદરૂપ છે. જેમાં અઢળક ખર્ચા કે ખોટા તાયફા વગર વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાનથી થતા સમુહલગ્ન થકી સમાજમાં શૈક્ષણિક જાગૃત્તિ આવે છે. એમ અંતમાં ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રૂપને આ સમુહ લગ્નના ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવતા પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ હતું.
આ આયોજક સંસ્થા ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપના રમેશભાઈ રીબડીયા, કમીટીના સભ્યો રાજનભાઈ સખીયા, હરેશભાઈ કાનાણી, રાજુભાઈ ઓડેદરા, યોગેશભાઈ સાકરીયા, યોગેશભાઈ સાકરીયા, તારકભાઈ ગજેરા, સંજયભાઈ જોશી, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, મનીષભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ ઓડેદરા, કિશોરભાઈ સોજીત્રા, અનીલભાઈ માલાણી, સુરેશભાઈ બેરા, અનીલભાઈ લીંબાણી, વિનુભાઈ ગાધેર, રાજેશભાઈ સખીયા, જયસુખભાઈ ચુડાસમા, પંકજભાઈ સખીયા, શૈલેષભાઈ વીરડીયા, પ્રવિણભાઈ સખીયા, અનિલભાઈ કાછડીયા, સંજયભાઈ ભુવા, પરેશભાઈ બોઘરા, રાજેશભાઈ ભુવા, પરેશભાઈ બોઘરા, રાજેશભાઈ મોલીયા, વિપુલભાઈ, મહેશભાઈ ભુત, સંજયભાઈ હિરપરા વિગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં કલાકારમાં જયમંતભાઈ દવે, દાસશ્યામ, શિતલબેન પટેલ, હીનાબેન ઠક્કર, મયંક બારોટ, દક્ષાબેન પટેલ વિગેરેએ પોતાની કૃત્તિ રજુ કરી હતી.