મેયર પ્રદીપ ડવ તેમજ ડી.વી.મહેતાની ઉ5સ્થિતિ
રાષ્ટ્રીય ખેલ દિવસ જે મેજર ધ્યાનચંદજીની યાદમાં ઉજવવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ પી.બી. કોટક મેમોરિયલ અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ, રાજકોટ ખાતે ઉજવવામાં આવ્યો.
જેમાં રાજકોટ શહેરના મેયર પ્રદીડભાઇ ડવ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઇ ઠક્કર, ડી.વી.મહેતા, પી.આઇ. કોટડીયા, વી.પી. જાડેજા, કૌશિકભાઇ સોલંકી, યોગિનભાઇ છનિયારા તેમજ વિવિધ વિભાગના આચાર્યઓ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય પ્રવિણાબેન તથા સુપરવાઇઝર ક્રિષ્નાબેન તથા રાજકોટ હોકીના કોચ મહેશભાઇના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તથા શાળા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી કાર્ય કરેલ.