OYO Rooms વિશે દેશમાં બધા પરિચિત હશે. તમે ખુદ અથવા કોઈ તમારા ગ્રુપના લોકોએ OYO Roomsનો લાભ લીધો હશે. OYO Roomsમાં બુકીંગ કરવાથી હોટેલ સસ્તા ભાવે, લાંબી બુકિંગ પ્રોસેસ વગર તમને રૂમ મળી શકે. OYOને લઈ અમુક મેસેજો બહાર આવ્યા છે, જેમાં OYOનું દેવાળું ફુકાય ગયું એવી વાત સામે આવી છે. OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલએ આ બધા મેસેજને અફવાઓ ગણાવી છે.
શું છે પૂરો મામલો?
નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ(NCLT)ની અમદાવાદમાં આવેલી બ્રાન્ચે OYO ગ્રુપની સહાયક કંપની OYO હોટેલ્સ એન્ડ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ કોર્પોરેટ ઇન્સોલવિંગ પ્રોસિડિંગ્સની ફરિયાદ કરી છે. આ ફરિયાદની રકમ 16 લાખ રૂપિયાની હતી. આ માહિતી OYO હોટેલ્સ એન્ડ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ એપ્લિકેશન ફાઈલ થઈ હતી તેના પર આધારિત છે.
NCLTના આદેશને OYOએ ચેલેન્જ આપી છે. OYOના ફાઉન્ડર અને સીઈઓએ ગ્રુપના દિવાલિયા હોવાના રિપોર્ટ પર ખુલાસો કર્યો છે. રિતેશ અગ્રવાલએ ટ્વિટ કરી ને જણાવ્યુ કે,” અમુક જગ્યા પરથી OYO નાદાર જાહેર થશે એવા મેસેજ આવે છે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. એક દાવેદારે OYOની સહાયક કંપની સામે NCLTમાં 16 લાખ રૂપિયાની અરજી દાખલ કરી હતી. OYOએ આ રકમ દાવેદારને ચૂકવી દીધી છે. OYOએ ચુનોતી આપતા કહ્યું છે કે, કોરોના મહામારીમાં પણ સારી એવી કમાણી સાથે ધંધો કરી રહ્યા છે.
3/3 pic.twitter.com/0Btp1aEpfP
— Ritesh Agarwal (@riteshagar) April 7, 2021
માર્ચમાં પણ ખબર આવી હતી કે, OYO અત્યારે નુકશાનમાં ચાલે છે. કોરોના મહામારીને કારણે OYOએ દેશભરમાં મોટી સંખ્યમાં હોટેલો સાથે ટાયપ કરવાનું ઓછું કરી નાખ્યું છે. આ સાથે રેન્ટ પર આપતા હોઉસ બિઝનેસને પણ ઓછો કરી દીધો છે.