ઓક્સિજનના બાટલાનો ખોટો સંગ્રહ ન કરશો દર્દી સાજો થાય તો તુરંત જ બાટલો પરત જમા કરાવો જેથી અન્ય દર્દી તેનો લાભ લઇ શકે
ગોંડલ બોલબાલા ટ્રસ્ટ દ્વારા દર્દી નારાયણ ને ઓક્સીજન ની બોટલ, ઓક્સિજન ફ્લો મીટર અને ઓક્સીજન માસ્ક સાથે સંપૂર્ણ કીટ અંદાજે 150 થી વધુ કીટ નું વિતરણ કાર્ય કર્યું છે શાપર વેરાવલ માં જે ઓક્સિજનની ફેક્ટરી ઓ છે ત્યાં કાર્યકરો 10થી12 કલાકો ભુખ્યા તરસ્યા લાઈન માં ઊભા રહીને ને સેવા કરે છે બોલબાલા ટ્રસ્ટ ગોંડલ ના વિજયભાઇ ભટ્ટને સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ના યુવાનો દ્વારા દિવસ રાત મહેનત કરીને ઓક્સીજન પૂરું પાળવા ના પ્રયત્નો કરી રહ્યા છે ઓક્સીજન પ્લાન્ટ માંથી ઓક્સીજન મેળવવામાં બહુજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર ના સંજોગો માં સાધન સંપન્ન માણસો ઓક્સિજન ની બોટલો નો ઘર માં પાણી પહેલા પાળ બાંધી ઘર માં સંગ્રહ કરવા લાગ્યા છે
જેના હિસાબે નાના માણસો ને ઓક્સીજન ની બોટલો મળવી મુશ્કેલ બન્યો છે તો દશ દશ દીવસથી લય ગયેલ માણસો પાછો બોટલો જમા કરાવતા નથી આવા લોકોને બોલબાલ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આવું ના કરો તમારો દર્દી સાજો થાય કે તરત ઓક્સીજન ની કીટ પાછી જમા કરાવી જાવા વિનંતી જેથી કરી જરૂરિયાત વાળા ઓને ઓક્સીજન મળી રહે બોલબાલા ટ્રસ્ટ ના ભાઈઓ ને સહકાર આપી આ મહામારીનો સામનો સૌ સાથે મલી ને કરીએ તે વિનંતી
ગોંડલ બોલબાલા ટ્રસ્ટ ના સહયોગી દાતા પંકજભાઈ તન્ના, અનિલભાઈ તલાવીયા, પરીક્ષિતભાઈ કાલરીયા, જયેશભાઈ.જસાણી, વિમલભાઈ મૂંડિયા, ભુપતભાઇ વાછાની, ભરતભાઈ ભટ્ટ, રમેશભાઈ લાલચેતા,વિનોદભાઈ રાજા, સમીર અશોકભાઈ મકવાણા, પી જે મકવાણા, નીતિનભાઈ ભટ્ટ, કાનજીભાઈ લીલા અશોકભાઈ શેખડા, જીગરભાઈ સાટોડીયા, ગોરધનભાઈ પરડવા, અશોકભાઈ પીપળીયા સહિતનાઓ નો સહયોગ મળી રહ્યો છે