રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલો માટે આકસ્મિક અને અતિ આવશ્યક સંજોગોમાં તાત્કાલિક ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં તે હોસ્પિટલને ઓક્સિજન સીલીન્ડર પુરા પાડવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી “ઓક્સીજન સીલીન્ડર બેંક” વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ, ગોંડલ રોડ તથા ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, આમ ત્રણ સ્થળે કુલ 100 સીલીન્ડર રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

ત્રણ સ્થળોએ 100 સિલીન્ડરની વ્યવસ્થા ગોઠવાઇ: સિલીન્ડર કોવિડ હોસ્પિટલને અપાશે

આ સીલીન્ડરોમાંથી માત્રને માત્ર કોવિડ હોસ્પિટલોને જ અતિ આવશ્યક તથા ઇમરજન્સીના સંજોગોમાં સીલીન્ડર પુરા પાડવામાં આવશે. આ માટે સંબધિત હોસ્પિટલે કલેક્ટર કચેરીના હેલ્પલાઇન નંબર (1) 94998 04038, (2) 94997 06486, (3) 94998 01338, (4) 94998 06828, (5) 94998 01383 પર સંપર્ક કરવાનો રહેશે. હોસ્પિટલોએ તેમની તાત્કાલિક જરૂરિયાત માટે કલેક્ટર કચેરીના હેલ્પલાઇન પર ઓછામાં ઓછા 4 કલાક પહેલા જાણ કરવાની રહેશે. હોસ્પિટલને કલેક્ટર કચેરી કંટ્રોલરૂમ તરફથી નજીકના સ્થળેથી સીલીન્ડર મેળવવા જણાવે હોસ્પિટલોએ પોતાના વાહન સાથે અધિકૃત પ્રતિનિધિ મોકલી સીલીન્ડર મેળવી લેવાના રહેશે.  કંટ્રોલરૂમનો સંપર્ક કર્યા બાદ જરૂર જણાયે અતિ આવશ્યક સંજોગોમાં અત્રેની કચેરીના અધિકારી વી.બી.બસીયા, મો.98794 92026 અથવા ડી.બી. મોણપરા, મો.94293 59523નો સંપર્ક કરવાનો રહેશે.

 

ક્યાંથી મળશે સિલીન્ડર

1.કોવિડ ઓક્સિજન પ્લાન્ટ, ન્યુ કોવિડ બિલ્ડીંગ સંપર્ક:- 93138 04931

2.શુભમ કોમ્પલેક્ષ

રોયલ પાર્ક, 6/7 યુનિવર્સિટી રોડ, રાજકોટ સંપર્ક :- 92278 97635

3.ત્રિશુલ એર પ્રોડક્ટ

જીમ્મી ટાવર, ઓફીસ નંબર-73, ગોંડલ રોડ, રાજકોટ સંપર્ક :- 7211100151

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.