એક તરફ દેશ શહીદ જવાનની શહાદત પર ગર્વ કરી રહ્યો છે. ત્યારે કેટલાક રાજકીય નેતાઓ જવાનોની શહીદીને ધર્મના નામે ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે.
એઆઇએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન બાદ સેનાએ ઓવૈસીને આડકતરી રીતે જવાબ આપ્યો છે. સેનાના લેફ્ટન્ટ જનરલ દેવરાજ અન્બુએ નામ લીધા વગર કહ્યું કે વીર જવાનોની શહીદીને સાંપ્રદાયિક રંગ આપવો ન જોઈએ. જે લોકો આ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે તેઓ સેનાની કાર્ય પ્રણાલીને નથી ઓળખતા. જેથી આ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે.
લેફટન્ટ જનરલ દેવરાજ અન્બુએ વધુમાં કહ્યું કે જે દેશ વિરૂદ્ધ ઉભા થશે તે આતંકવાદી છે. તેની સાથે નક્કર વલણ દાખવવામાં સેના સહેજ પણ ખચકાશે નહી.