નેશનલ અને સ્ટેટ હાઈવેથી ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં દારુ અને બિયરની દુકાનો ચલાવી શકાશે નહીં
સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર, ૧લી એપ્રીલથી દેશભરમાં એનએચ અને એસએમની દેશી તેમજ વિદેશી દા‚ અને બીયરની દુકાનો બંધ થઈ જશે આજથી નેશનલ હાઈવે (એનએચ) અને સ્ટેટ હાઈવે (એસએચ) પરના દા‚ અડ્ડા પર પ્રતિબંધ લાદશે આ દા‚ અડ્ડાઓને હાઈવેથી ૫૦૦મીટર અંદર ખસેડવા પડશે.
સુપ્રીમ કોર્ટે ૧૫મી ડીસેમ્બર ૨૦૧૬ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતુ કે, ૧ લી એપ્રીલથી રાષ્ટ્રીય અને રાજય માર્ગોના ૫૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં દા‚ અડ્ડા સંચાલીત થશે નહિ જોકે, સુપ્રિમના આ નિર્ણય વિ‚ધ્ધ ઘણા રાજયોએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતુ કે, કોર્ટના નિર્ણયમાં ઘણી બધી ખામીઓ છે સુપ્રીમ કોર્ટે ધણાખરા પરિબળોને નજરે લીધા નથી પૂન: વિચાર અરજીમાં રાજયોએ એ પણ કહ્યું હતુ કે, આ આદેશથી કેટલાક રાજયોનાં બજેટનું સત્યનાશ થઈ જશે.
હાઈવેની આજુબાજુનાં વિસ્તારમાં જયાં જનસંખ્યા ૨૦,૦૦૦થી ઓછી છે ત્યાં ૨૨૦ મીટર સુધી દા‚ અડ્ડા કે દુકાનો સંચાલીત થશે નહિ રાજય માર્ગો ધણા શહેરોથી થઈને પસાર થાય છે. જો આવી દુકાનો બંધ થઈ જશે તો એક તરફથી દા‚ બંધી પર સંપૂર્ણ પણે રોક લાગશે. જોકે દેશમાં દા‚ વેચવો ગરેકાનુની નથી.
આ સાથે જ હાઈવે કિનારાઓ પર જે બાર અને રેસ્ટોરન્ટો છે તેમાં પણ દા‚ વેચી શકાશે નહિ જોકે, બે રાજયો સીકકીમ અને મેઘાલયમાં દા‚ વેચવાની છૂટ છે કારણ કે ત્યાં ૫૦૦ મીટરની દુરીનો નિયમ લાગુ નથી.