ગૌમૂત્ર, ગાયનું દૂધ, ઘી સહિતની ચીજ-વસ્તુઓના વેચાણને વધારવા થશે કામગીરી
ગાયના રક્ષણ માટે નવા કાયદાઓ અમલમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં ભાજપ સરકાર ગાય આધારીત સ્ટાર્ટઅપ શ‚ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે જેમાં ગૌ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુને વધુ કામગીરી કરવામાં આવશે. આ પ્રવૃતિમાં ગાયનું દૂધ, ઘી, ગૌમૂત્ર, અરક, છાણ, દવાઓ, સૌંદર્ય પ્રસાધનો વગેરેના વેંચાણને વધારો મળે તે માટે કામગીરી કરવામાં આવશે.
ગૌસેવા આયોગે ગાય આધારીત સ્ટાર્ટઅપ માટે વિવિધ ઔદ્યોગીક એસોસીએશન, મોટી કંપનીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ સો વાતચીત પણ શ‚ કરી છે. આ કામગીરી માટે ગુજરાત સરકાર ટૂંક સમયમાં ફંડ પણ ફાળવશે. ગૌસેવા આયોગના ચેરમેન ડો.વલ્લભ કરિીયાએ કહ્યું હતું કે, ગાય આધારીત સ્ટાર્ટઅપમાં વિકાસના ઘણા અવકાશ છે અને આ કામગીરીી ગુજરાતના ઘણા લોકોને રોજગારી પણ મળી શકે છે. હજુ સુધી ગાય આધારીત સ્ટાર્ટઅપનો વિચાર કોઈએ કર્યો ની ત્યારે નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા સ્કીમ હેઠળ ગાય આધારીત સ્ટાર્ટઅપ શ‚ કરવાની તૈયારી ઈ રહી છે.
આ યોજનામાં સૌી વધુ ફાયદો ગ્રામ્ય વિસ્તારમાં શે અને ગાયોની સંખ્યામાં પણ વધારો શે. ગાય આધારીત સ્ટાર્ટઅપના કારણે પશુ પાલકોને વધુ ફાયદો મળી રહેવાનો છે તેમજ ગાયની સુરક્ષાને પણ વધુ ફાયદો મળશે.