તા.૧લી મે-૨૦૧૮ના રોજ ગુજરાત સ્થારપના દિન નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્લોગ પણ સહભાગી બન્યોં છે. આ અભિયાન અંતર્ગત તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે.
રાજયભરમાં શરૂ કરવામાં આવેલ જળ અભિયાન જન અભિયાન બની ગયું છે. જનસહકારથી ચાલતી આ પ્રવૃત્તિને લીધે જળસંગ્રહ ક્ષમતામાં ઉમેરો થવાનો છે. જળ જીવનનો આધાર છે ત્યા રે જળસંગ્રહ માટેનું આ જળ અભિયાન ખરેખર ઉપયોગી પુરવાર થશે. ખેતી મુખ્યજ વ્યેવસાય છે તેવા વિસ્તાખરોમાં સુજલામ સુફલામ જળ અભિયાન વિશેષ આશિર્વાદસમું બની રહેશે.
અમરેલી જિલ્લાધમાં તા.૧૭ મે-૨૦૧૮ સુધીમાં તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના ૫૫૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી અમરેલી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૬ અને શહેરીકક્ષાના ૯ એમ કુલ ૨૫ કામો શરૂ થયા છે અને ૧૦ કામો પૂર્ણ થયા છે. જયારે વડીયા-કુંકાવાવ તાલુકામાં ૧૨ કામો શરૂ કરેલ તે પૈકી ૩ કામો પૂર્ણ થયા છે. લાઠી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૩ અને શહેરીકક્ષાના ૧૨ એમ કુલ ૨૫ કામો શરૂ થયા છે જે પૈકી ૮ કામો પૂર્ણ થયા છે.
બાબરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૮ અને શહેરીકક્ષાના ૭ એમ કુલ ૧૫ કામો શરૂ થયેલ તે પૈકી ૯ કામો પૂર્ણ થયા છે. ધારી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૫ અને શહેરીકક્ષાના ૧૦ એમ કુલ ૧૫ કામો શરૂ થયા છે અને ૮ કામો પૂર્ણ થયા છે. બગસરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૯ એમ કુલ ૨૦ કામો શરૂ થયા છે અને ૬ કામો પૂર્ણ થયા છે.
રાજુલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૭ અને શહેરીકક્ષાના ૫ એમ કુલ ૧૨ કામો શરૂ થયા છે અને ૭ કામો પૂર્ણ થયા છે. જાફરાબાદ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૬ અને શહેરીકક્ષાના ૧૫ એમ કુલ ૨૧ કામો શરૂ થયા છે અને ૧૫ કામો પૂર્ણ થયા છે. ખાંભા તાલુકામાં કુલ ૭ કામો શરૂ કરેલ તે પૈકી ૨ કામો પૂર્ણ થયા છે.
સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૧ એમ કુલ ૧૨ કામો શરૂ થયા છે અને ૪ કામો પૂર્ણ થયા છે. જયારે લીલીયા તાલુકામાં ૬ કામો શરૂ કરતા પ કામો પૂર્ણ થયા છે. આમ, જિલ્લા્માં ૧૭૦ કામો અને મનરેગા યોજના તળે ૮૦ કામો મળી કુલ ૨૫૦ કામો શરૂ કરવામાં આવેલ તે પૈકી ૭૭ કામો પૂર્ણ થયા છે.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા માં ૧૪૮ જે.સી.બી., ૩૫૧ ટ્રેકટર્સ-ડમ્પઅર, ૭ હિટાચી સહિતની મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જિલ્લા માં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા.૧૭ મે-૨૦૧૮ની સ્થિલતિએ, વોટરશેડના ૧૫ તળાવ અને ૧૨ ચેકડેમ, જી.એલ.ડી.સી.ના ૮૦ તળાવ, પંચાયત સિંચાઇના ૮૧ તળાવ તેમજ રાજય સિંચાઇના ૭૨ ચેકડેમના કામો મંજૂર થયેલ છે. ૧૫૬ તળાવો અને ૮૪ ચેકડેમના કામો મળી કુલ ૨૬૦ કામો મંજૂર થયેલ છે.
જે પૈકી ૭૨ તળાવ અને ૩૦ ચેકડેમના કામો શરૂ થયા છે અને ૧૫ તળાવ તથા ૧૪ ચેકડેમના કામો પૂર્ણ થયા છે. જેમાંથી અનુક્રમે ૪૯,૬૦૦ ઘનમીટર અને ૧૫,૯૫૦ ઘનમીટર મળી કુલ ૬૫,૫૦૦ ઘનમીટર માટીકામ થયેલ છે. હાલમાં ૪૮ તળાવો તથા ૨૫ ચેકડેમના કામો પ્રગતિ તળે છે. જયારે વન વિભાગના ૧૯ કામો મંજૂર થયેલ હોય પ્રગતિ તળે છે. જિલ્લામાં મુખ્યતમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લાઠી તાલુકાના ઝરખીયા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવેલ. સમગ્ર જિલ્લાનમાં મનરેગા યોજના હેઠળ ૮૦ કામો શરૂ હોય અત્યા ર સુધીમાં ૯૩,૫૫૬ માનવદિનને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com