શહેરના ઈન્દીરા સર્કલ ખાતે પ્રીન્સ યુવા ગ્રુપ દ્વારા ૯ વર્ષથી ગણેશ મહોત્સવ કરવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ સાંસ્કૃતીક પ્રોગ્રામ કરવામાં આવે છે. તેમજ રોજ અલગ અલગ મહાનુભાવો તેમજ ભકતો મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. જેમાં ભાજપના કાશ્મીરાબેન નથવાણી આરતીમાં ઉપસ્થિત રહી આરતી તથા અન્નકુટના દર્શન કર્યા હતા. તેમજ આરતીનો લાભ લીધો હતો. તથા ગણેશ પંડાલ માનવ મેદનીથી ખીચોખીચ ભરાઈ ગયો હતો આ તકે અબતક સાથેની વાતચીતમાં પ્રીન્સ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઈ એ કહ્યું હતુ કે છેલ્લા પાંચ વષૅથી મહોત્સવનું આયોજન કરીએ છીએ આજે અન્નકોટમાં ૫૬ ભોગનું આયોજન કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ મૂર્તિમાં ગુજરાતમાંથી દ્વિતિય ઈનામ મળેલ છે. સ્વચ્છ, અભિયાનમાં પણ એવોર્ડ મળેલ છે. અમદાવાદ તરફથી ખાસ કરીને મહાઆરતી સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્રીનાથજી ભગવાનની ઝાંખીનો પ્રોગ્રામ કરેલ છે. કાલે શ્રીનાથજી ભગવાનની ઝાંખી છે.તમામ સ્વયંસેવકોને પૂરો સપોર્ટ હોય તોજ અમે આ બધુ કરી શકીએ છીએ. ખાસ કરીને બધી જાતનો સપોર્ટ અમારા સ્વયંસેવકો કરે છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી