રાજકોટની સુપ્રસિદ્વ સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને અનુદાન આપવા અપીલ
તબીબી સાધનોની લેવડ-દેવડ સંસ્થા દ્વારા થાય છે: જૂના સાધનો દાન કરવા અનુરોધ
ઓક્ટોબર અને નવેમ્બરમાં બોલબાલા દ્વારા ધાર્મિક તથા મહિલાલક્ષી કાર્યક્રમો યોજાશે
અબતક, રાજકોટ
રાજકોટમાં સેવાભાવિ સંસ્થાઓની કમી નથી. પૈસાના અભાવે ક્યારેય રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કોઇ સેવાકાર્ય અટકતું નથી. રાજકોટની આવી જ એક અડાબીડ સેવા સંસ્થા એટલે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ. મિલપરા મેઇન રોડ પર બોલબાલાની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય અને જયેશભાઇ ઉપાધ્યાયએ બોલબાલાની સેવા પ્રવૃત્તિનો પાયો નાંખ્યો. એક નાનકડું બીજ આજે સેવાનો મોટો વડલો બની ગયું છે. અન્નસેવા, તબીબી સેવા, વડીલોની સેવા અને મહિલાઓ માટે અલગ-અલગ પ્રકારના હુન્નરોનું પ્રશિક્ષણ એ આ સંસ્થાની 365 દિવસની સેવા પ્રવૃત્તિ છે.
અન્નદાન પ્રોજેક્ટ માટે રોજીંદું અને તિથિ ભોજન અર્થે અનુદાન સ્વીકારવા મો. નં. 93741 03523/21/25 નંબર પર સંપર્ક કરી શકાશે
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નદાન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં હરતું-ફરતું અન્નક્ષેત્ર કુલ 3,000ની સંખ્યામાં છે. સાદા ભોજન માટે પ્રત્યેક વાહનદીઠ રૂ.2500, મિષ્ઠ ભોજન માટે રૂ.5000 એક તિથિના તો કાયમી તિથિના સાદા ભોજનમાં રૂ.25,000 અને મિષ્ઠ ભોજનમાં રૂ.50,000 દાન સ્વિકારવામાં આવે છે. આવી જ રીતે બપોરનું અને સાંજનું સ્થાનિક અન્નદાન સાદું ભોજન રૂ.750 અને મિષ્ઠ ભોજન રૂ.1500 તો કાયમી તિથિના રૂ.11,000નું દાન સ્વીકારવામાં આવે છે. ટીફીન સેવામાં દરરોજ 300 ટીફીનનું વિતરણ થાય છે. જેમાં પ્રતિ ટીફીન રૂ.25 લેખે રૂ.7,500 અને કાયમી તિથિના રૂ.31,000નું દાન સ્વીકારાય છે. જીવદયા રથ 2,100ની સંખ્યામાં છે. જેમાં ગૌ માતાને લાડુ માટે રૂ.5,000 અને કાયમી તિથિના રૂ.2,1000 તો અન્નપૂર્ણા હેલ્પલાઇન માટે એક સ્કૂટરદીઠ રૂ.5,000નું દાન સ્વીકારવામાં આવે છે. બોલબાલાને ઓનલાઇન અનુદાન કરી શકાય છે. આ દાન 80જી હેઠળ કરમુક્તિનું પ્રમાણપત્ર ધરાવે છે અને સીએસઆર પ્રોજેક્ટ હેઠળ પણ અનુદાન સ્વીકારે છે.
અન્નદાનની જેમ બોલબાલા દ્વારા વિભાગીય મેડિકલ સાધન સેવા કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં ‘મેડિકલ સાધનો લઇ જાઓ, આશીર્વાદ દઇ જાઓ’ અંતર્ગત 48 પ્રકારના સાધનો દર્દીઓને રોજીંદી લેવડ-દેવડ તરીકે આપવામાં આવે છે. જેમાં વોકર, ટોયલેટ ચેર, ફોલ્ડીંગ વ્હીલચેર, બેકરેસ્ટ, ઓર્થોપેડીક પલંગ (સિંગલ/ડબલ), ઓક્સિજન સિલીન્ડર, ઇલેક્ટ્રીક સક્શન મશીન અને એર બેડ સહિતના સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો માટે પણ અનુદાન સ્વીકારવામાં આવે છે.
ઓક્ટોબર અને નવેમ્બરમાં બોલબાલા દ્વારા ધાર્મિક તથા મહિલાલક્ષી કાર્યક્રમો યોજાશે
આ સાધનો ઉપર દાતાનું નામ પણ લખવામાં આવે છે. વળી જૂના-નવા બિનઉપયોગી સાધનો પણ સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવે છે. બોલબાલા દ્વારા આગામી દિવસોમાં કેટલાક ધાર્મિક તથા મહિલાલક્ષી પ્રોજેક્ટ પણ થશે. જેમાં રાંદલ માતાજીના 108 સમૂહ લોટા તેડવાનું આયોજન તા.20/10ના રોજ ગુર્જર પ્રજાપતિની વાડી, સંત કબીર રોડ, હનુમાન મંદિરની સામે કરવામાં આવ્યું છે તો તા.19/11ના રોજ મહેંદી, તા.20/11ના રોજ નેલ આર્ટ અને આત્મનિર્ભર પ્રોજેક્ટ હેર ગ્રૂમીંગનું આયોજન કરવામાં આવ્યું છે તો મેકઅપના પણ અલગ-અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. નવેમબર-ડિસેમ્બર માસ દરમિયાન આત્મનિર્ભર પ્રોજેકટ અંતર્ગત 2500 બહેનોને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવશે. આગામી કારતક માસ એટલે કે પિતૃમાસ માટે તથા દિવાળીના તહેવારો નિમિતે બોલબાલા દ્વારા અન્નક્ષેત્રમાં વસ્તુભેટ અને મેડિકલ સાધનો તથા વ્હીલચેર માટે વસ્તુ અથવા દાન સ્વીકારવામાં આવશે.
બોલબાલા ટ્રસ્ટની માનવતાવાદી પ્રવૃતિ માટે ધન આપી સહયોગ થવા મો.નં. 97341 03523/21/25 નંબર પર સંપર્ક કરી શકાશે.