આઈપીએલ-૨૦૨૦ની સિઝન આગામી ૨૯ માર્ચથી શરૂ થવાની હોય તેવું હાલ જાહેર થયું છે અને પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે તેવી પણ વાત સામે આવી રહી છે પરંતુ મુખ્ય વાત તો એ છે કે જો આઈપીએલ ૨૯મી માર્ચના રોજ શરૂ થાય તો લોકોમાં જે વિદેશી ખેલાડીઓનું આકર્ષણ હોય તે નહિવત રહેશે કારણકે ૨૯ માર્ચનાં રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝનો ટી-૨૦ મેચ રમાડાશે જયારે ૩૧મી માર્ચના રોજ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ રહેશે ત્યારે હાલની પરિસ્થિતિ પર જો નજર ફેરવવામાં આવે તો ૨૯ માર્ચથી આઈપીએલ જો શરૂ થાય તો વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં ભાગ પહેલા ત્રણ દિવસ માટે નહીં લઈ શકે જેનાથી લોકોને પણ જે ઉત્સાહ હોય તેમાં ઘટાડો જોવા મળશે.
દુનિયાની પ્રતિષ્ઠિત ટી૨૦ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગના ૨૦૨૦ સંસ્કરણની શરૂઆત ૨૯ માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની કેપ્ટનશિપવાળી વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પોતાના ઘરમાં ટાઈટલ જાળવી રાખવાના પોતાના અભિયાનની શરૂઆત કરશે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલની શરૂઆતની તારીખ ૨૯ માર્ચ નક્કી કરી દેવાઈ છે. અધિકારીએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે, ઈંઙકના ૨૦૨૦ એડિશનની શરૂઆત ૨૯ માર્ચના રોજ થશે. આનો મતલબ એ છે કે, શરૂઆતમાં મેચ રમનારી કેટલીક ટીમો સાથે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડના કેટલાક ખેલાડીઓ જોડાઈ નહીં શકે. આનું કારણ એ છે કે, તે સમયે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ ચાલી રહી હશે અને આ જ રીતે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ ટેસ્ટ સીરિઝ રમી રહી હશે, જે ૩૧ માર્ચે પૂરી થશે. એક ફ્રેન્ચાઈઝીના સીનિયર અધિકારીએ આના પહેલા કહ્યું હતું કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ફરી એકવાર જૂના ફોર્મેટના આધારે ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટૂર્નામેન્ટ ૧ એપ્રિલથી શરૂ થશે. ગવર્નિંગ કાઉન્સિલ આ સિઝનમાં વધુમાં વધુ ડબલ હેડર કરાવવાના પક્ષમાં છે કારણ કે, તેનું માનવું છે કે, આનાથી દર્શકોને સારો વ્યૂઈંગ ટાઈમ મળશે. અધિકારીએ કહ્યું કે, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ ૨૯ માર્ચના રોજ પૂરી થશે. બીજી તરફ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ટેક્નિકલ રીતે ૩૧ માર્ચે ખતમ થશે. આવામાં ૪ ટીમોના મોટા પ્લેયર્સ શરૂઆતી મેચોમાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે તે અઘરું છે.
આઈપીએલ ૨૦૨૦ ક્યારથી શરૂ થશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પણ હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ જ આઈપીએલ ૨૦૨૦ની તારીખ લીક કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું કે, આઈપીએલ ૨૦૨૦નો પ્રારંભ ૨૯ માર્ચથી થશે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલના શરૂઆતની તારીખ ૨૯ માર્ચ નક્કી કરી દેવામાં આવી છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની કેપ્ટનશીપવાળી અને હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પોતાના ઘરમાં પ્રથમ મેચ રમીને અભિયાનનો પ્રારંભ કરાવશે. આનો મતલબ એ છે કે, આઈપીએલની શરૂઆતમાં મેચ રમતી અમુક ટીમોને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓની સેવાઓ મળી શકશે નહીં. કેમ કે, આ સમયે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝનું આયોજન છે. તો ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ છે. જે ૩૧ માર્ચે સમાપ્ત થશે.