બે ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ મેચ પૂર્વે હાલના ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ૩૯ વર્ષ પહેલાની યાદો વાગોળી હતી અને તેને કેવી રીતે ન્યુઝીલેન્ડનું તેડુ આવ્યું તે અંગે માહિતી પણ આપી હતી. રવિ શાસ્ત્રીએ ઈન્ટરવ્યુમાં જણાવતા કહ્યું હતું કે, તેને મેચ પૂર્વે આગલા દિવસે જ ન્યુઝીલેન્ડ બોલાવી લેવામાં આવ્યા હતા.

જેમાં સમગ્ર ટીમ ન્યુઝીલેન્ડ હાઈકમિશન પાસે હતી ત્યારે તેઓ એકલા જ હોટલે પહોંચ્યા હતા. બીજે દિવસે ગ્રાઉન્ડ પર આવતાની સાથે જ ટીમના સુકાની સુનિલ ગાવસ્કરે તેઓને રમવા માટે જણાવ્યું હતું. વેલીંગ્ટન ખાતે ૩૯ વર્ષ પૂર્વે આજના દિવસે રવિ શાસ્ત્રીએ તેનો ડેબ્યુટ મેચ રમ્યો હતો જેમાં તેને કુલ ૬ વિકેટ ઝડપી હતી. રવિએ જેરેમી કોનીની પ્રથમ વિકેટ ઝડપતાની સાથે જ આત્મવિશ્ર્વાસ મેળવ્યો હતો.

ચેતેશ્ર્વર પુજારાને ઈન્ટરવ્યુ દરમિયાન ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ૧૯૮૧માં ૨૧મી ફેબ્રુઆરીના રોજ હાલના ગ્રાઉન્ડ પર જયારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી રહી છે તે ૧૯૮૧માં એજ ગ્રાઉન્ડ ઉપર ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યો હતો જેમાં ભારતનો પરાજય થયો હતો પરંતુ જે રીતે રવિશાસ્ત્રીએ ડેબ્યુટ મેચમાં બોલીંગ કરી ૬ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી તેનાથી ટીમને લેફટાર્મ સ્પીનર પણ મળ્યો હતો. રવિશાસ્ત્રીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે રાતના ૯:૩૦ વાગ્યે ન્યુઝીલેન્ડ પહોંચ્યો હતો જેમાં સ્વર્ગસ્થ બાપુ નંદકરણી તેઓને એરપોર્ટ ખાતે લેવા આવી પહોંચ્યા હતા.  તેણે જણાવ્યું હતું કે, બોલીંગ આવતાની સાથે જ તેઓમાં જે આત્મવિશ્ર્વાસ હોવો જોઈએ તે જોવા મળ્યો ન હતો પરંતુ પ્રથમ વિકેટ ઝડપતાની સાથે જ જાણે તેમનામાં આત્મવિશ્ર્વાસનો સંચાર થયો હોય જે જોઈ તેને મેચમાં કુલ ૬ વિકેટ ઝડપી હતી.

admin 1

તેને જણાવ્યું હતું કે, ભારતીય વાતાવરણમાં જે મેચ રમતા તેનાથી વિપરીત વાતાવરણ ન્યુઝીલેન્ડમાં જોવા મળ્યું હતું જેનાથી સમગ્ર ટીમ ત્રસ્ત હતી. વિશ્ર્વના અનેક ગ્રાઉન્ડો છતાં વેલીંગ્ટનનું ગ્રાઉન્ડ અન્ય ગ્રાઉન્ડોની સરખામણીમાં અત્યંત વિપરીત છે કે જયાં હવાનું પ્રમાણ ખુબ જ વધુ રહે છે.

વેલીંગ્ટનમાં હવાનું પ્રમાણ વધુ હોવાના કારણે તેને પોલીઉમરીગરનું સ્વેટર પહેર્યું હતું. કારણકે તે ભારતથી સ્વેટર પણ લઈ આવ્યા ન હતા. ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે રવિશાસ્ત્રી સુનિલ ગાવસ્કરના ફેવરીટ ખેલાડીઓમાના એક હતા. દિલીપ દોશી ઈન્જર્ડ થતા રવિશાસ્ત્રીને તાત્કાલિક ન્યુઝીલેન્ડ બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

વેલીંગ્ટનનું ગ્રાઉન્ડ અન્ય ગ્રાઉન્ડોની સરખામણીમાં ભિન્ન

વેલીંગ્ટનનું ક્રિકેટ ગ્રાઉન્ડ અન્ય ગ્રાઉન્ડોની સરખામણીમાં તદન અલગ છે. આ ગ્રાઉન્ડની વિશેષતા જોઈએ તો આ ગ્રાઉન્ડ ઓપન હોવાથી હવાનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે અને બોલ ઝડપભેર સ્વીંગ પણ થતો જોવા મળે છે. વેલીંગ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવું તમામ ટીમો માટે ખુબ જ કપરું છે. ગ્રાઉન્ડની દરેક દિશાથી પવનનો વેગ અલગ જોવા મળે છે ત્યારે બોલરો જો પવન અનુરૂપ બોલીંગ કરે તો તે બેટસમેનોને હંફાવતા નજરે પડે છે. આ ગ્રાઉન્ડ પર લેફટાર્મ સ્પીનરનો દબદબો ખુબ જ વધુ જોવા મળે છે. વેલીંગ્ટનનું બેસીંગ રીઝર્વ ગ્રાઉન્ડ વિન્ડી ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખાય છે. જો કોઈ બેટસમેન આ ગ્રાઉન્ડ ઉપર કલોઝ બોડી શોટ ન રમે તો વિકેટ પડવાની પણ અનેકવિધ અંશે શકયતા વધી જાય છે. કારણકે આ ગ્રાઉન્ડમાં સતત પવન ફુંકાતો હોવાથી ફિલ્ડીંગ કરવી અત્યંત પડકારજનક છે. ગ્રાઉન્ડ પર પવનના કારણે એલટીટયુડ એટલે કે ખુબ ઉંચા હાઈ કેચ ડ્રોપ થવાના ચાન્સ પણ વધુ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાની પીચ હાર્ડ હોવાથી બોલ બેટ ઉપર ખુબ જ સરળતાથી આવે છે જયારે ન્યુઝીલેન્ડમાં બોલ સીમ અને સ્વીંગ વધુ થાય છે ત્યારે બેટસમેનોએ લેટ રમવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.