કલેકટર અને મામલતદારને લેખિત રજુઆત
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના દિન–પ્રતિદિન વિકસિત થતાં એવા ભાટીયા ગામ વચ્ચેના રોડ પરથી ઓવરલોડ ટ્રકો દિન રાત દોડતા હોય છે જેના કારણે ભાટીયા ગ્રામજનો તેમજ બહારગામથી ભાટીયા ખાતે વ્યાપાર માટે આવતા હજારો લોકોના જીવ પડીકે બંધાતા હોય છે સાથે વહેલા ટ્રક લોડીંગની લ્હાયમાં તમામ નિયમો નેવે મુકીને ટ્રક ડ્રાઈવરો માતેલા સાંઢની માફક ટ્રક ચલાવતા હોય છે તે પણ ગામના વચ્ચેથી જેના કારણે પરડે અકસ્માતના બનાવો ભાટીયામાં સર્જાતા હોય છે.
તાજેતરમાં ભાટીયા ખાતે માતેલા સાંઢ માફક ચાલતા આવા ટ્રકો દ્વારા એક જ દિવસમાં ત્રણ–ત્રણ અકસ્માત સર્જેલ જેમાં ગૌમાતાને ટ્રકના ટાયરમાં એક કિલોમીટર જેટલી ધસળેલ તેજ દિવસના બીજા કિસ્સામાં સ્કુલે જતા ચાર બહેનોના એક માત્ર ભાઈને કચડી કાઢેલ ટ્રક ડ્રાઈવરે જરા પણ માનવતા ના દાખવી કે આ બાળકને દવાખાને લઈ જવાને બદલે બેશરમ ટ્રક મુકીને નાસી છુટેલ ને તડપીને તેનું મૃત્યુ થયેલ. જેના ઘેર પ્રતિઘાતો ભાટીયાની પ્રજા પર પણ પડેલ.
હાલની પરિસ્થિતિ જોતા ભાટીયાની વસ્તી ૨૫ હજારથી વધુ છે. તેમજ બહાર ગામથી રહેવા આવતા લોકો (જેમાં બાજુમાં આવેલ ત્રણ કંપનીના લોકો સ્કેબલ, કેર્ન ઈન્ડિયા, આર.એસ.પી.એલ ઘડી કંપનીના લોકો ભાટીયામાં મોટી માત્રામાં રહે છે) તેમજ ભાટીયા જામકલ્યાણપુર તાલુકાને નેશનલ હાઈવે તેમજ રેલવેથી જોડતું એક માત્ર મીની સીટી હોય જેના કરને તે ટ્રાફિક પણ પર ડે મોડી માત્રામાં રહેતો હોય છે કોઈ નિચ્છનીય બનાવ ના બને તેમજ હાલની ભૌગોલિક તેમજ આર્થિક પરિસ્થિતિ જોતા ભારે વાહનોને ભાટીયા બહાર બાયપાસ દોડવા જોયે તેવી સમયની માંગ છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા, જામ કલ્યાણપુર મામલતદારને લેખિતમાં અરજી કરવામાં આવી છે.