Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલ સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેકવિધ બાબતોથી ચર્ચિત રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી મુખ્ય સબ જેલમાં વારંવાર કોઈ ગેરકાયદેસર વસ્તુઓ મળી આવતી હોય છે તો કોઈ જેલમાં ગળેફાંસો ખાય અને આત્મહત્યા કરી લેતા હોય તેવા બનાવો તાજેતરમાં સામે આવ્યા છે તેને સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વચ્ચે મારામારી થઈ હોય અને સ્ટાફ સાથે પણ બબાલ થઈ હોવાના બનાવો તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં સામે આવ્યા છે.

એક બેરેકમાં  58 જેટલા  કેદીઓને રાખવામાં આવતા હોવાની ચર્ચા

સુરેન્દ્રનગરની સબજેલ વધુ એક વખત સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવી છે કારણ કે સુરેન્દ્રનગરની જે સબજેલ આવેલી છે તેમાં આરોપીઓને રાખવાની ક્ષમતા કરતાં વધુ આરોપીઓને રાખવામાં આવી રહ્યા છે કાચા કામના કેદી અને પાકા કામના કેદી બંનેને સુરેન્દ્રનગરની સબ જેલમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા બદલ રાખવામાં આવી રહ્યા છે પરંતુ તે ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળી રહી છે.

સુરેન્દ્રનગરની જે સબજેલ આવેલી છે તેમાં 125 જેટલા કેદીઓને રાખવાની ક્ષમતા ઉપલબ્ધ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે બીજી તરફ સુરેન્દ્રનગરની સબજેલમાં હાલની પરિસ્થિતિ મુજબ 290 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે

બીજી તરફ સુરેન્દ્રનગરની સબજેલ ઘણી વખત અવારનવાર બાબતોને લઈ ચર્ચામાં આવી છે ત્યારે કેદીઓની સંખ્યા વધુ છે છતાં પણ ત્યાં દેખરેખ સ્ટાફ સીમિત છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની લીમડી સબજેલ નું રીનોવેશન કામ ચાલતું હોવાના કારણે માત્ર હાલની પરિસ્થિતિ મુજબ લીમડી સબજેલમાં 16 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ ઉપરાંત ધાંગધ્રા સબજેલમાં પણ 80 થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે

સુરેન્દ્રનગરની  જેલમાં 125 કેદીઓની ક્ષમતા હોવા સામે 290 કેદીઓને રાખવામાં આવ્યા છે જેને લઇને હાલમાં અનેકવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે બીજી તરફ 290 જેટલા કેદીઓ પાછળ સ્ટાફ માત્ર 27 જેટલા કર્મચારીઓનો છે જેમાં જેલર અને અન્ય અધિકારીઓ પણ સમાવેશ છે ત્યારે 27 કર્મચારીઓ જેલની સુરક્ષા માટે તેના રહેતા હોય છે તેમને પણ માનસિક ભાર વધતું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલની પરિસ્થિતિ મુજબ કેદીઓની સંખ્યા અઢી ગણી   સામે 27 કર્મચારીઓ હોવાના કારણે કેદીઓ વચ્ચે બોલાચાલી મારામારીના બનાવો વધતા હોય છે તાજેતરમાં એક  કિસ્સો સામે આવ્યો હતો જોકે પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દે જેલમાં દોડી જઈએ અને બંને પક્ષે સમાધાન કરાવી નાખવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે પરંતુ 290 જેટલા કેદીઓ પાછળ 27 નો સ્ટાફ શું કરી શકે.

સુરેન્દ્રનગર જેલમાં કેદી ને અચાનક ક્ષમતા કરતાં વધુ કેદીઓ પુરવામાં આવતા તેને મૂંઝવણ ચડી હતી અને કાચા કામના કેદીને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો તેના હાજર ડોક્ટર દ્વારા હૃદયના તમામ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા  હાલમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આરોપીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે ક્ષમતા કરતાં વધુ કેદીઓને સબજેલમાં પૂરવામાં આવતા આવા પ્રકારની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.