અન્ડરબ્રિજ બનાવવાનો નિર્ણય રદ: બમણો ખર્ચ થવાનો અંદાજ: હાઈલેવલ ઓવરબ્રિજ કોટેચા ચોકી આત્મીય કોલેજ સુધી બનાવાય તેવી સંભાવના
શહેરમાં માાના દુ:ખાવા રૂપ બની રહેલી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં બ્રિજ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હાર્દ સમા કે.કે.વી ચોકમાં ફલાય ઓવરબ્રિજ નીચે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે અને હવે ઓવરબ્રિજ ઉપર હાઈ લેવલ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણયી ખર્ચનો અંદાજ પણ બમણો વાની સંભાવના તેઓએ વ્યકત કરી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ કે.કે.વી ચોકમાં ઓવરબ્રિજ નીચે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્ણય રદ્દ કરાયો છે અને હવે ફલાય ઓવરબ્રિજ ઉપર હાઈલેવલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંડરબ્રિજમાં રૂા.૨૨ કરોડનો ખર્ચના અંદાજ હતો જે હવે હાઈલેવલ બ્રિજ બનાવાનો નિર્ણયી બમણો અથવા ૪૫ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. આ બ્રિજનો એક છેડો કોટેચા ચોક સુધી લંબાવવામાં આવશે જેથી આ ચોકમાં પણ ટ્રાફિકનું ભારણ ઘટે અને બીજો છેડો આત્મીય કોલેજ સુધીનો રહેશે.
તેઓએ ઉમેર્યું હતું કે, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે સર્વે સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી ૧૫મી માર્ચ સુધીમાં ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવશે. બન્ને સર્કલ ખાતે સમાન બ્રિજ એટલે કે રોડ પરના જ બ્રિજ બનશે. આડા બ્રિજ બનાવવામાં આવશે નહીં.
હોસ્પિટલ ચોક બ્રિજમાં રેલવેની મિલકત કપાતનું કોકડુ ઉકેલવા સાંસદ મેદાને
સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ડીએમસી નંદાણી રેલવે મંત્રાલયમાં પહોંચ્યા
શહેરના હાસ્પિટલ ચોકમાં રૂા.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયેંગલ ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રેલવેની મિલકત કપાતમાં આવતી હોય. કપાતનું કોકડુ ગુંચવાતા બ્રિજની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. દરમિયાન રેલવેની મિલકત કપાતમાં આવે છે તેનું કોકડુ ઉકેલવા માટે સાંસદ મોહનભાઈ કુંડારીએ અંગત રસ દાખવ્યો છે. આજે ડે.મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને સાથે રાખી તેઓ રેલ મંત્રાલયે પહોંચ્યા હતા. કપાત માટે રેલવે વિભાગ દ્વારા ૬ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જેની સામે મહાપાલિકાએ પણ રેલવે પાસેથી વેરા પેટે બાકી નીકળતા રૂા.૧૪ કરોડ સામે ૬ કરોડની વસુલાત કરી બાકી રકમ કોર્પોરેશનને ભરપાઈ કરે તેવુ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. રેલવે મિલકત કપાતનો પ્રશ્ર્ન ૨ દિવસમાં ઉકેલાય તેવી સંભાવના પણ વ્યકત કરાઈ છે.