ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રેકોર્ડબ્રેક આઈપીઓથી બજાર છલકાશે: જાહેર ક્ષેત્રની ૬થી વધુ કંપનીઓ પણ મેદાને

ચાલુ વર્ષમાં બજાર ત્રણ ડઝની વધુ આઈપીઓથી છલકાશે. આ આઈપીઓની વણઝાર બજારમાંથી રૂ.૩૫૦૦૦ કરોડનું ભંડોળ એકઠુ કરશે. આ ત્રણ ડઝન આઈપીઓમાં ૬ થી વધુ કંપનીઓ સરકાર સંચાલીત છે. જેમાં ઈન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, રેલ વિકાસ નિગમ, ઈરકોન ઈન્ટરનેશનલ, આરઆઈટીઈએસ, ગાર્ડન રીચ શીપ બિલ્ડર સહિતના આઈપીઓ બજારમાં ઉતારાશે.

આ મામલે ઈક્યુરસ કેપીટલના ડિરેકટર મનીષ અગ્રવાલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં આઈપીઓના માધ્યમી રેકોર્ડબ્રેક ભંડોળ એકઠુ થયું હતું. ચાલુ વર્ષે પણ ફંડ રાઈઝીંગ એક્ટિવીટી વધુ તંદુરસ્ત દેખાઈ રહી છે. જો કે, બેન્કિંગ ક્ષેત્રમાં કૌભાંડો અને ક્રેડિટ મામલે કડક નિયમોની આછી-પાતળી અસર માર્કેટ ઉપર જોવા મળશે. ચાલુ વર્ષે બાર્બીક નેશનલ હોસ્પિટલ, ટીસીએનએસ કલોીંગ કંપની, નજારા ટેકનોલોજી થતા દેવી સી ફૂડ સહિતની ૧૨ કંપનીઓને પબ્લિક ઓફર માટે સેબીની મંજૂરી મળી છે. જયારે રૂટ મોબાઈલ, ક્રેડીટ એકસેસ જર્મન, સેમ્બકોર્પ એનર્જી ઈન્ડિયા, ફલેમીંગો ટ્રાવેલ રીટેઈલ, લોધા ડેવલોપર્સ સહિતની ૨૪ કંપનીઓ આઈપીઓ માટેની મંજૂરીની રાહ જોઈ રહી છે.

ચાલુ વર્ષે આઈસીઆઈસીઆઈ સિકયુરીટી, બંધન બેંક, હિન્દુસ્તાન એરોનોટિકસ અને મિશ્ર ધાતુ નિગમ સહિતની કંપનીઓએ બજારમાંથી ભંડોળ એકઠુ કર્યું છે. આગામી સમયમાં રૂ.૩૫૦૦૦ કરોડનું ભંડોળ ત્રણ ડઝની વધુ આઈપીઓના માધ્યમી મળશે. ગત વર્ષે ૩૬ કંપનીઓએ ૬૭૦૦૦ કરોડ એકઠા કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.