સુપ્રીમ કોર્ટ લોન ધારકોને અન્યાયકર્તા રિઝર્વ બેંકના પરિપત્રને રદ કર્યો; આ પરિપત્ર બેંકો કરેલી જપ્તીની કાર્યવાહી પણ ગેરલાયક ઠેરવી
દેશમાં વધતી જતી બેંક લોન ડિફોલ્ટરોની સંખ્યાને ધ્યાનમાં લઈને એક વર્ષ પહેલા રીઝર્વ બેંકે દેશની તમામ બેંકોને પરિપત્ર કરીને બેંક કરપ્સી કોડનો નિયમ અમલી બનાવવા જણાવ્યું હતુ આ નવા નિયમ મુજબ કોઈપણ વ્યકિતએ બેંક પાસેથી લાંબા ગાળા માટે લોન લીધી હોય અને તે કોઈપણ કારણોસર છ માસના સમયગાળામાં હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંક તુરંત તેની મિલ્કત પર જપ્તી લાવતી હતી. ઉપરાંત આ નિયમના ઓઠા તળે બેંકો ખાનગી કંપની સીબીલ પાસે લોન ઈચ્છુકોનું રેટીંગ કરાવવામાં આવે છે. આ રેટીંગ બાદ લોન આપવાનો બેંકોએ નિયમ બનાવ્યો છે. રીઝર્વ બેંકના આ પરિપત્ર સામે સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે બેંકની ‘દબંગગીરી’ સામે રોક મૂકવાનો હુકમ કર્યો છે.
રીઝર્વ બેંક ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮માં એક પરિપત્ર કરીને દેશની તમામ બેંકોને તાકીદ કરી હતી કે ૧ માર્ચ ૨૦૧૮ બાદ બેંક લોનના હપ્તા ચૂકવવામાં લોન ધારકો ૧૮૦ દિવસ સુધી નિષ્ફળ જાય તો તેની મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી ઈન્વોલોન્સી એન્ડ બેંકીંગ કોડ હેઠળ કરવી આ પરિપત્ર બાદ તમામ બેંકો ૬ માસ વધુ સમયગાળા દરમ્યાન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જનારા લોન ધારકોની મિલ્કત જપ્ત કરવા લાગી હતી જે સામે સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ હતી. સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ આર.એફ. નરીમાન અને વિનીત સરાનની બેંચે રીઝર્વ બેંકના આ પરિપત્રને લોન ધારકો માટે અન્યાયકારી ગણાવીને આ પરિપત્ર બાદ દેશની તમામ બેંકોએ કરેલી મિલ્કત જપ્તીની કાર્યવાહીને ગેરલાયક ઠેરવી હતી. આમ, આ ચૂકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે દેશની તમામ બેંકોમાં પોતે લીધેલી લોનના બે હજાર કરોડ ના હપ્તા ચૂકવી દેનારા ડીફોલ્ટરોને ભારે રાહત આપી છે.
જોકે, આ ચૂકાદામાં આરબીઆઈના પરિપત્ર પહેલા અથવા સ્વતંત્ર રીતે મોટા ડીફોલ્ટરો સામે બેંકો દ્વારા આઈબીસી હેઠળ કરેલી કાર્યવાહીને બાદ રાખવામાં આવી છે. જેનું ઉદાહરણ એસ્સાર સ્ટીલ સામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની આગેવાનીમાં ક્ધસોર્ટિયમ દ્વારા શરૂ કરવામાં આવેલી આઈબીસીની કાર્યવાહી છે. બાર્સેલા મિત્તલ દ્વારા એસ્સાર સ્ટીલને ટેક ઓવર આડે સ્ટેટ બેંકનું ૪૫૦૦૦ કરોહનું દેણુ બાધારૂપ સાબીત થઈ રહ્યું છે. વરિષ્ટ વકીલ એ.એમ. સિંઘવીની આ અંગેની રીટને સ્વીકારીને જસ્ટીસ નરીમાને તેના ૮૪ પાનાના હુકમમાં રીઝર્વ બેંકનાં આ પરિપત્રને રદ કરવાનો હુકમ કર્યો છે. આ મુદે વરિષ્ટ વકીલ રાકેશ ત્રિવેદીએ પણ દલીલો કરીને બેંકીંગ રેગ્યુલેશન એકટની કલમ ૩૫ એએની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતુ જે કેન્દ્રને સત્તાનો ઉપયોગ કરવાની સતા આપે છે. અથવા આરબીઆઈને અધિકૃત ડીફોલ્ટરો સામે આગળ વધવા માટે બેંકોને હુકમ કરવાની સતા આપે છે.