જે પોસ્તુ એજ મારતું
ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી.
પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વામાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 20 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ વિસ્ફોટ ખૈબર પખતૂનખ્વાના બાજૌર જિલ્લાના ખારમાં થયો છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ તે સમયે થયો જ્યારે જમીયત-ઉલેમા-ફઝલનું સંમેલન ચાલી રહ્યું હતું. આ ઘટના પછી ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. અધિકારીનું કહેવું છે કે આ વિસ્ફોટમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધી શકે છે.
જમીયત-ઉલેમા-ઈસ્લામ- ફઝલના એક પ્રમુખ નેતા મૌલાના જિયાઉલ્લાહ પણ આ વિસ્ફોટમાં માર્યા ગયા છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને પેશાવર અને ટિમરગેરાની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. જિયો ન્યૂઝે પોલીસના હવાલાથી જણાવ્યું કે લગભગ 50 લોકો ઘાયલ થયા છે જેમણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. સુરક્ષાકર્મીઓએ વિસ્તારની ઘેરબંધી કરી હતી.
જમાત-એ-ઈસ્લામીના સેનેટર મુશ્તાક અહમદે પણ વિસ્ફોટની નિંદા કરી અને મોત પર સંવેદના વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કર્યું કે કેન્દ્ર અને પ્રાંતીય સરકારો, ગુપ્તચર એજન્સીઓએ લોકોની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. આતંકવાદની વાપસી પુરવાર કરે છે કે સરકારની સુરક્ષા નીતિ ફેલ થઈ ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વાના આદિવાસી જિલ્લા આ આગ વચ્ચે છે. તેમણે કહ્યું કે વધતા આતંકવાદનો મુદ્દાને લઈને સંસદમાં એક સત્ર બોલાવવું જોઈએ.