૪૫૦ આતંકીઓમાં કાશ્મીર વેલીમાં કાર્યરત ૧૯૧ આતંકી નવયુવાનો
સેના દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ૪૫૦ જેટલા આતંકીઓ જમ્મુ-કાશ્મીર અને એલઓસી પર કાર્યરત છે. જેમાં પાકિસ્તાન પૂર્ણ સપોર્ટ આપતું હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે. વાત કરવામાં આવે તો ૧૬ ટેરેરીસ્ટ કેમ્પો અનેક વિધ સ્થળ ઉપર રહેતા ૪૫૦ આતંકીઓ સક્રિય છે તેવી વિગતો પણ સેના દ્વારા મળી રહી છે.
પ્રાપ્ત સુત્રો દ્વારા મળતી વિગત મુજબ ૩૫૦ થી ૪૦૦ જેટલા આતંકીઓ કાશ્મીર વેલીમાં સક્રિય છે. જેમાં તેઓ પીરપાંજલ કે જે ઉત્તર ભાગ કાશ્મીરનો માનવામાં આવી રહ્યો છે ત્યાં તે કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે. જયારે દક્ષિણ પીરપાંજલ જે જમ્મુનો ભાગ આવે તેમાં ૫૦ જેટલા આતંકીઓ પોતાની આતંકી પ્રવૃતિઓને અંજામ આપવા સક્રિય થયા હોય તેમ નોર્ધન આર્મી કમાન્ડર લેફટનન જર્નલ રણબીરસિંહે જણાવ્યું હતું. તથા જે દક્ષિણ પીરપાંજલમાં રહેતા આતંકીઓ ડોર્મન્ટ હોવાનો પણ ખુલાસો કર્યો હતો. જયાં સુરક્ષા ખુબજ સધન કરી દેવામાં આવી છે. તેમના કહેવાનુસાર મહદઅંશે આતંકી પ્રવૃતિઓ ઉત્તર ક્ષેત્રમાં કરવામાં આવતી હોય છે જયાં હાલ ૩૫૦ થી ૪૦૦ જેટલા આતંકીઓ સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જર્નલ રણબીરસિંહ માહિતી આપતા જણાવ્યું હતું કે, આતંકીઓને સરહદેથી ઘુસાડવા પાકિસ્તાન ખૂબજ મહેનત કરી પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. ત્યારે પીઓકે અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જેટલા આતંકી સંગઠનો એટલે કે, આતંકી કેમ્પો કાર્યરત છે અને પોતાની આતંકી પ્રવૃતિઓને અંજામ આપવા પ્રયત્નશીલ રહે છે. આતંકીઓને પાકિસ્તાનમાં ટ્રેનીંગ આપી એલઓસી પર મોકલવામાં આવતા હોય છે. જે ભારતીય આર્મીના સર્વેલન્સમાં નજરે પણ પડે છે.
વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં આતંકી પ્રવૃતિઓમાં ૧૯૧ જેટલા નવયુવાનો ભાગીદાર થયા છે. જેમની નિમણૂંક ઓગષ્ટ માસમાં કરવામાં આવી હતી. ત્યારે સેન્યની પ્રવૃતિ વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, ગત ૫ વર્ષમાં ૮૩૬ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં ૪૯૦ પાકિસ્તાની આતંકીઓ હોવાનું પણ ખુલ્યું હતું.