મહા રોજગાર મેળામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 71,000 ભરતીના નિમણૂંક ઓર્ડરો અપાયા
ડિજિટલ ઇન્ડિયા… ની સંપૂર્ણ ફળશ્રુતિ મળી હોય તેવા માહોલમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં 71 હજાર નવી ભરતીના ઓર્ડરો નો વિતરણ રાષ્ટ્રીય મહા રોજગાર મેળા માં કરવામાં આવ્યું. સ્ટાર્ટ અપના માધ્યમથી દેશમાં 40 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર ઊભા થયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રોજગાર મેળો યુવાનોની આશા અને રોજગાર ની તકમાટે સરકારની પ્રતિભત્તા દર્શાવે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપથી 40 લાખથી વધુ નોકરીઓ ઉત્પન્ન થઈ છે. ભારત”સ્ટાર્ટઅપ” સંસ્કૃતિ નું પ્રતીક છે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે .આજે નવા ભારત દ્વારા અપનાવેલી નીતિ અને રણનીતિ થી વિકાસને વધુ વેગમાન બનવામાં સફળ થયું છે. તેમણે જણાવ્યું હતું કે આજે વૈશાખીના પવિત્ર દિવસે સરકારના વિવિધ વિભાગોમાં 70000 થી વધુ યુવાનોને સરકારી નોકરી મળી છે. ભાજપ એનડીએ શાસનમાં સરકારથી નોકરીઓ આપવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ગઈકાલે 22,000 થી વધુ શિક્ષકોના ઓર્ડર આપવામાં આવ્યા.
ભારતમાં 15 હજાર કરોડ રૂપિયા ના સંરક્ષણ સાધનોની નિકાસ કરવામાં આવી રહી છે હવે દેશમાં વર્ષોથી એક પ્રકારની પૂર્વ ધારણા બંધાઈ ગઈ હતી કે સરક્ષણના સાધનો હંમેશા આયાત જ કરવા પડે.. આપણને આપણા ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ ન હતો.. અમારી સરકારે આ દ્રષ્ટિકોણ બદલી નાખ્યો આજે આપણો દેશ દ્વારા 15000 કરોડ રૂપિયા ના સુરક્ષા સંસાધનો ની નિકાસ થાય છે દેશમાં ડ્રોન સહિતના વિવિધ ક્ષેત્રોમાં આત્મ નિર્ભરતા વધતી જાય છે નવા જમાનાના યુકો ટેકનોલોજી થી જોડાઈ રહ્યા છે નવભારતના યુવાનો બ્રોડ નિર્માણ અને ડ્રોન પાયલોટ બનવામાં સૌથી વધુ ઝડપથી સામેલ થઈ રહ્યા છે.
દાયકાઓથી ઓથી આપણા બાળકો વિદેશમાંથી આવતા રમકડા સાથે રમતા હતા હવે સ્વદેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને તેનાથી આપણી યુવા પેઢી માટે રોજગાર ની સાથે સાથે મૂડી રોકાણ અને આંતરમાળખાકીય સુવિધાઓ ને પ્રોત્સાહન આપવાથી યુવા શક્તિ માટે રોજગારની મોટી તકો ઊભી કરી છે તેમણે જણાવ્યું હતું કે દેશના આરોગ્ય ક્ષેત્રે પણ સંતોષજનક રીતે કામગીરી થાય છે બંદરના વિકાસ આરોગ્ય ક્ષેત્રે રોજગારીનું સર્જન આપણા દેશના વિકાસને વધુ વિશ્વાસપાત્ર બનાવી રહી છે આંતરમાળખાકીય સુવિધા સાથે બુનિયાદી પરિયોજનાઓ ના ફળ હવે મળી રહ્યા છે 2014 સુધી ભારતમાં માત્ર 74 વિમાન મથકો હતા અત્યારે 148 વિમાન મટકો કાર્યરત છે ત્રના વિકાસથી રોજગારીનું સર્જન પણ થયું છે આ માહોલમાં રોજગાર મેળા રોજગાર સર્જન નાલમીત બને તેવા હવે સફળ દેખાઈ રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આપણે આશા રાખીએ કે આ મહા રોજગાર મેળા ભવિષ્યમાં રોજગારીનું સર્જન નું નિમિત બને અને ખાસ કરીને યુવા વર્ગને તેમની શક્તિ અને સ્કીલ મુજબ રોજગાર આપતા થાય
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અને ક્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્યમંત્રી રામેશ્વર પેલી ઈમેલ ગર્લ મેમોરિયલ સેન્ટર દીમાપુર ખાતે નિમણૂક પત્ર અને કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુવાહાટીમાં 207 વીમાપુરમાં 217 અને સિલીગુડીમાં 225 ઉમેદવારોને અલગ અલગ સરકારી વિભાગમાં નિમણૂક પત્ર અપાયા હતા
રોજગાર મહા મેળામાં દેશભરના અલગ અલગ રેલ્વે રૂટ પર ટ્રેન મેનેજર સ્ટેશન માસ્તર સિનિયર કોમર્શિયલ કમ ટીકીટ ક્લાસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ જુનિયર એકાઉન્ટન્ટ પોસ્ટલ આસિસ્ટન્ટ ઇન્કમ સહિત અલગ અલગ હોદા પર નવા નિમણૂક પત્ર થી છોકરીઓ આપવામાં આવી છે
ટેક્સ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ સિનિયર ડ્રાફ્ટ મેન જેઇ સુપરવાઇઝર આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચર લાઇબ્રેરીયન નર્સ પ્રોબેશનલ ઓફિસર પીએ એમટીએસ સહિતના પદ ઉપર નવી ભરતી કરવામાં આવેલા લોકો ને શુભેચ્છાઓ આપવામાં આવી હતી વડાપ્રધાને જણાવ્યું હતું કે અત્યારે ગામડા સુધી દેશનો વિકાસ પહોંચ્યો છે. ગામડામાં નવ લાખથી વધુ ની રોજગારી સર્જન થઈ છે દેશમાં મૂડી રોકાણ ની સાથે સાથે આંતરમાળખાકીય સુવિધામાં પણ વધારો થયો છે દેશમાં અત્યારે કુલ રોડ ની લંબાઈ 7 લાખ સુધી પહોંચી છે ભારત દિવસે દિવસે નિકાસ નું હબ બનતું જાય છે એર ઇન્ડિયા એ નવા વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો.
પોર્ટ સેક્ટરમાં પણ ભારતને ખૂબ જ મોટી સિદ્ધિ મળી છે 2014 પછી ત્રણ કરોડથી વધુ મકાનો ગરીબોને ફાળવાયા છે ત્રણ લાખથી વધુ સિવિક સેન્ટર ચાલે છે વિકાસના કારણે ગામડાઓમાં રોજગારી ઊભી થઈ છે 2014 સુધીમાં 74 વિમાન મથકો હતા અત્યારે 148 એરપોર્ટ પરથી વિમાનો ઉડે છે જમીનની છત્ર અર્થતંત્રને મજબૂત કરવા સક્ષમ બન્યું છે માઇક્રો ફાઇનાન્સ સેક્ટર થી અર્થતંત્રને વધુ બળ મળ્યું છે આયુષ્યમાન યોજનાથી અનેક નવી હોસ્પિટલનું નિર્માણ થયું છે કેટરી થી લઈ ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉભી થઈ છે વડાપ્રધાને દસ લાખ નોકરી નું સર્જન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો
કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્રવાસીઓને રોજગારી
રાજકોટમાં 191 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંકપત્રો એનાયત
સરકારી સેવામાં ‘નેશન ફર્સ્ટ’નો હેતુ રાખવા નવ નિયુક્ત ઉમેદવારોને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાનું સૂચન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 71 હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણુંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના 45 સ્થળોએ યોજાયો હતો.
આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે.
મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર 191 ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે.
દેશના અમૃત કાળનો પ્રારંભ થયો છે ત્યારે આ મોકાનો લાભ લઇને દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રીરી રૂપાલએ નવનિયુકત ઉમેદવારોને અનુરોધ કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડી.આર.એમ. અનીલકુમાર જૈને કર્યું હતું.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવ ,પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, રોજગારી મેળવનાર યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દસ વર્ષથી આ નોકરી માટે હું તૈયારી કરતો હતો: મહેશભાઈ ભારે ખુશ
અબતક સાથેની વાતચીતમાં મહેશભાઈ જણાવ્યું કે,આજરોજ ભારતીય રેલવેમાં પોઇન્ટ્સ મેન બી માં મને નોકરી મળી છે જેથી હું ખૂબ ખુશ છું. દસ વર્ષથી આ નોકરી માટે હું તૈયારી કરતો હતો જેની મહેનત રંગ લાવી છે અને આજે મને આ નોકરી મળી છે મારી સાથેના સાત થી આઠ મિત્રો છે જે પસંદગી પામ્યા છે જે અલગ અલગ પોસ્ટ ને ડિવિઝનમાં પસંદગી પામ્યા છે તથા મને અત્યારે ઓખા ડિવિઝન પર પોસ્ટ મળી છે,
મને રોજગાર આપવા માટે ગવર્મેન્ટનો ખુબ ખુબ આભાર: સુમધ્યાકુમારી
અબતક સાથેની વાતચીતમાં સુમધ્યાકુમારી જણાવ્યું કે,હું બિહારના દરભંગા જિલ્લામાંથી આવી છું,મારી ભારતીય રેલવેમાં પોઇન્ટ્સ મેન બી માં ભરતી થઈ છે મને રોજગાર આપવા માટે ગવર્મેન્ટનો ખુબ ખુબ આભાર.હું મારા પ્રયાસોથી દેશની સેવામાં યોગદાન આપીશ. મને અને મારા પરિવારજનોને ખૂબ જ ખુશીની લાગણી છે અને હું જે પાંચ વર્ષથી મહેનત કરી રહી હતી તે આજે સાર્થક થઈ છે જેથી હું ખૂબ ખુશ છું.