5 થી 71 વર્ષના તરવૈયા વચ્ચે સરદાર પટેલ સ્નાનાગારમાં લાગશે હોડ
તરણ એક ઉત્તમ વ્યાયામ અને જીવનરક્ષક કૌશલ્ય માનવામાં આવે છે. પણ તરલાનો શોખ નીમીત બની રહે છે ત્યારે સમાજમાં તરણ અંગે જાગૃતિ જીજ્ઞાસા અને વ્યાપપ વધે તે માટે ફફુચર સ્ટાટ સ્પોર્ટ કલબ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર સ્વીમીંગ ચેમ્પીયન શીપ-22 નું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા ફયુચર સ્પોટ કલબના કેવલભાઇ રાઠોડ તથા તેમની ટીમએ જણાવ્યું હતું કે કોરોના બાદ પ્રથમવાર યોજાનારી સ્પર્ધાનો લોકોમાં ભારે સારો પ્રતિસાદ મળ્યો છે.
આગામી તા. 24-7 ને રવિવારના રોજ તરણ સ્પર્ધા ઓપન સૌરાષ્ટ્ર સ્વીમીંગ ચેમ્પિયનશીપ-22 નું આયોજન ધ ફયુચર સ્ટાર ર્સ્પોટ કલબ દ્વારા રાજકોટ કોઠારીયા રોડ સ્થીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે કરવામાં આવેલ છે.
કુલ 6 એઇજ ગ્રુપમાં અંદાજીત 450 થી વધુ ખેલાડીઓ જેમાં પ વર્ષથી લઇને 71 વર્ષ સુધીના ભાઇઓ બહેનો ખેલાડીઓ ભાગ લેશે અને પોતાનું તરણ કૌવત બતાવશે. તરણ સ્પર્ધામાં અલગ અલગ સ્ટાઇલ મુબજ અલગ અલગ કુલ 58 પ્રકારની વિવિધ સ્પર્ધાઓ રહેશે. જેમાં ખેલાડીઓને પોતાના એઇજ મુજબ ગ્રુપમાં ભાગ લેશે.
રાષ્ટ્રીય કક્ષાના કોચ આ સ્પર્ધાને સુંદર બનાવવા એક નેશનલ ઇવેન્ટની જેમ ટાઇમ નોધવો. સ્ટ્રોક જજ કરવો. ફીનીશ જજ કરવું, ટન જજ કરવું, વગેરે દ્વારા એક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જેવો માહોલ ખેલાડીઓ ને આપશે. જેથી ભવિષ્યમાં તરણ ક્ષેત્રે પોતાની આગવી કારકીર્દી બનવી શકે.વિવિધ પ્રકારની કુલ છ એઇઝ ગ્રુપમાં પર સ્પર્ધા તથા 6 રીલે સ્પર્ધા રહેવાની છે. વિજેતા ખેલાડી ભાઇઓ તથા બહેનોને દરેક સ્પર્ધામાં પેલો બીજો તથા ત્રીજો નંબર આપવામાં આવશે. તથા તેને મેડલ સટીફીકેટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ સ્પર્ધાને સફળ બનાવવા દીવ્યરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ રામાવત, અંકિત સાવલીયા, મોહમદ ઇન્દોરવાલા, રાકેશ મકવાણા, રણમલરાજ પાંડવ, જીજ્ઞેશભાઇ રાવલ, મોલીકભાઇ કોટીયા, સાગાભાઇ કકકડ, યોગીની રાવલ, ભાવના સાદાત, નચિકેત મકવાણા, અમિત સોરઠીયા, સિઘ્ધાર્થ કામબલીયા, દિલીપ હપલિયા, જય લોઢીયા , અવની સાવલીયા ,, માધવ ભટ્ટ, વિક્રમ રાઠોડ, પિકેશ ભોલા, પાયલ કાચા, મોહિત કંડોલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.