આયોજક નરેન્દ્રભાઇ સોલંકી તથા કથાકાર રામેશ્ર્વર બાપુ હરીયાણીએ ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય આયોજન અંગે આપી માહિતી: અઢારેય વરણના લોકોને દરરોજ બપોરે 3 થી 7 સુધી કથા સાંભળવા તેમજ મહાપ્રસાદ લેવા માટે હૃદ્યપૂર્વકનું આમંત્રણ
અબતક, રાજકોટ
શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા રાજકોટમાં લાભ પાંચમથી દેવ દિવાળી સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પી.એન. ટી.વી.શેઠ હાઇસ્કૂલના મેદાનમાં 80 ફૂટનો રોડ વાણીયાવાડી બગીચા સામે દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ જ્ઞાન યજ્ઞમાં આયોજક શ્રી આપાગીગા ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વિદ્વાન વકતા શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણી દ્વારા આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન સમગ્ર કથાના ઓયજનની તેમજ શ્રીમદ્ ભાગવત વિશેની વિસ્તૃત માહીતીઓ આપવામાં આવી હતી. નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે ભાગવત ગીતા કર્મથી ગંગા, ભક્તિથી યમુના અને જ્ઞાનથી સરસ્વતી છે. આ કથાનું શ્રવણ જીવ માત્રનું કલ્યાણ કરે છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારથી લોકો પોતાના પિતૃ દેવના મોક્ષાર્થે અને લોકોની કૃષ્ણ ભક્તિને વધુમાં વધુ દ્રઢ બનાવવા માટે આ આયોજન કરવામાં આવે છે.
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સમગ્ર રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી સમગ્ર સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર જોડાવવા માટેની જે તૈયારીઓ કરવામાં આવેલ છે. આ જ્ઞાન યજ્ઞમાં આજ સુધીમાં ખુબજ મોટી સંખ્યામાં કુલ 275 સંખ્યામાં પોથી યજમાનો દ્વારા નોંધાવવામાં આવે છે. તેઓનો અમો આ કાર્યક્રમમાં જોડાવવા બદલ હૃદ્યપૂર્વકનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તેમજ સાથે સાથે જે લોકો દ્વારા પોથી પાટલા નોંધવવામાં આવેલ છે. તે લોકો પોતે પોતાના પરિવાર તેમજ પોતાના કુટુંબીજનો સગા વ્હાલાઓને પણ આ જ્ઞાન યજ્ઞમાં સાથે લઈ આવી શકે છે.
દરરોજ બપોરે સમય 2-30 થી 3-00 વાગ્યા સુધી પોતાના પિતૃઓની પુજાનો સમય રહેશે. પરિવાર જનોના હસ્તે વિદ્વાન આચાર્યશ્રી દ્વારા સ્ટેજ ઉપરથી દરેક પરિવાર સ્વતંત્ર પાટલા પર પૂજન વિધી કરાવવામાં આવશે. શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવેલ પ્રથમ દિવસે એટલે તા.29ને શનિવારે બપોરે 1-30 વાજતે-ગાજતે શ્રી ધારેશ્ર્વર મંદીર, ભક્તિનગર સર્કલ ખાતેથી પ્રસ્થાન કરી. કથા સ્થળે શ્રી દ્વારકાનગરી શેઠ હાઇસ્કુલના બગીચા સામે શેઠ હાઇસ્કુલમાં પહોચશે. મુળ ઝાલાવડના વતની હાલ અમદાવાદ નિવાસી લોકપ્રિય યુવા વક્તા શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે.
દરરોજ કથા શ્રવણ બાદ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ઉપસ્થીત તમામ ભાવીકો માટે શુધ્ધ ઘીની મીઠાઇઓ અને ફરસાણ એટલે કે રોજે રોજ સાંજે બે મીઠાઇ, બે શાક, ફરસાણ, રોટલી, રોટલા, દાળ, ભાત, છાશ, સંભાર સાથે ભરપેટ મહાપ્રસાદની દરેક ભાવિકજનો માટે વ્યવસ્થાઓ રાખેલ છે. સૌ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શ્રી નરેન્દ્રબાપુના હૃદય પૂર્વકનું જાહેર આમંત્રણ છે.
વિશેષ માહીતી માટે નરેન્દ્રભાઈ સોલંકીનું કાર્યાલય, ગોપીનાથ કોમ્પલેક્ષ પહેલા માળે, રાજકોટ ખાતે સમય: સવારે 10 થી 1, સાંજે 3-30 થી 6-30 દરમ્યાન કરવાનો રહેશે.