કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં શહીદોને વિરાંજલી અપાઈ

જામનગર જિલ્લામાં ધ્રોલ નજીક આવેલા ભુચરમોરીના મેદાનમાં આજરોજ 28મી ભૂચર મોરીશહીદ શ્રધ્ધાંજલી સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજપૂતોનાં આશરાધર્મની રક્ષાકાજે ખેલાયેલા યુધ્ધમા વીરગતી પામનાર યોધ્ધાઓને છાજે તેવી બીરાંજલી આપવા સાથે સાથે વર્લ્ડ રેકર્ડ કરવા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘને મહિલા સંઘ દ્વારા એક સાથે 2000 રાજપૂત બહેનોનો તલવાર રાસનું ભુચરમોરીના મેદનમાં આયોજન કરાયું હતુ,

વિક્રમ સંવત 1648 શ્રાવણ માસમાં ધોધમાર વરસાદ વચ્ચે લગભગ દોઢ મહિના સુધી દિલ્હીના બાદશાહ અકબર અને નવાનગરનાં રાજા જામસતાની વચ્ચે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ યુધ્ધ થયું હતુ આ યુધ્ધનું અંતિમ ચરણ શીતળા સાતમના રોજ ધ્રોલ પાસે આવલે ભૂચરમોરીના મેદાનમં લડાયેલ હતુ જેમાં નવલોહિયા એવા હજાર વીર શહીદો આશરાધર્મનાં રક્ષણ કાજે શહીદ થયા હતા જે યુધ્ધમાં ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફરશાહ ત્રીજો મદદ માટે જામસતાજીને શરણે આવેલા હતા.

હજારો શહીદોને યાદ કરવા છેલ્લા અઠયાવીસ વર્ષથી સતત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શહીદ શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવે છે જે માટે રાજકોટમાં એન.કે. જાડેજા રાજપૂત ક્ધયા છાત્રાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યુહ હતુ આ ઐતિહાસીક પર્વમાં કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.