• 251 પૈકી 137 તાલુકાઓમાં 40 ટકાથી વધુ વરસાદ: 105 તાલુકાઓમાં 40 ટકા સુધી વરસાદ પડ્યો

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ સવાયાથી સવિશેષ હેતુ વરસાવ્યું છે. રાજયમાં ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં 134.40 ટકા વરસી ગયો છે. સપ્ટેમ્બર માસમાં 205 મીમી વરસાદ પડયો છે. રાજયના  251 તાલુકાઓ પૈકી  14 તાલુકાઓમાં  200થી વધુ  ટકા વરસાદ પડયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલૂકામાં સૌથી વધુ  391 ટકા વરસાદ પડયો છે.

કચ્છના અબડાસામાં  228.57 ટકા, માંડવીમાં 310.40 ટકા, મુંદ્રામાં  243.06 ટકા, નખત્રાણામાં 234.90 ટકા, ખેડા જિલ્લાના નડિયાદમાં 216.15 ટકા, જામનગર જિલ્લાનાં કાલાવાડમાં  200 ટકા, દેવભૂમી દ્વારકા જિલ્લાના ભાણવડમાં 205.65 ટકા, દ્વારકામાં 390.94 ટકા, કલ્યાણપુરમાં 220.16 ટકા, ખંભાળીયામાં 256.02 ટકા, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 227.39 ટકા, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 209.46 ટકા, ભરૂચના નેત્રાંગમાં  219.90 ટકા, વાલીયામાં  267.95 ટકા, વરસાદ પડયો છે.  251 તાલુકાઓ પૈકી  137 તાલુકાઓમાં  40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે  105 તાલુકાઓમાં  40 ટકા સુધી વરસાદ પડયો છે.

ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે જૂનાગઢ શહેરમાં બપોર ના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  છે.   ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ છે

જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી જારી રહી છે. જેમાં ગુરૂવારે સમગ્ર રાત્રિ દરમિયાન મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચૂડામાં 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. સતત વરસાદથી જિલ્લાના 3 જળાશયો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને તાકીદ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જીલ્લા માંસતત બીજા દિવસે પણ જિલ્લામાં મેઘસવારી જારી રહી હતી. અને ગુરૂવારે દિવસભર વરસાદના વિરામ બાદ ફરી ગુરૂવારે સાંજે મેઘસવારી આવી પહોંચી હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીઓ તો જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં 4 ઈંચથી વધુ, લીંબડીમાં 3 ઈંચથી વધુ અને સુરેન્દ્રનગર-ચોટીલામાં 3 ઈંચ આસપાસ વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 18 મિમી એટલે કે, અડધા ઈંચથી વધુ થયો છે. સતત 2 દિવસના વરસાદથી જિલ્લામાં 3 ડેમ ઓવરફલો થયા છે. જેમા ચુડાનો વાંસલ ડેમની સપાટી પરથી 0.03 મીટર ઉપર પાણી વહી રહ્યુ છે. જયારે મૂળીના નાયકા ડેમ અને સાયલાના નીંભણી ડેમના 1 ગેટ ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાતના સમયે ભારે વરસાદથી સવારના સમયે રસ્તાઓ પર  પાણી ભરાયા હતા. સુ.નગર શહેરના નવા જંકશન રોડ, રતનપર, 80 ફુટ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ છે. તથા પોરબંદર, ઉપલેટામાં 4-4 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ ભાણવડમાં સવા 3 ઈંચથી વધુ વરસાદ સાથે તાલાલા, રાણાવાવ, જલાલપોરમાં 3 ઈંચથી વધુ વરસાદ, નવસારી, વિસાવદર, વંથલીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ લાલપુર, ધોળકા, ગણદેવીમાં 3-3 ઈંચ વરસાદ સાથે માણાવદર, ગોંડલ, દાંતા, વડાલીમાં પોણા 3 ઈંચ વરસાદ આવ્યો છે. ઉનામાં આજે ત્રીજા દિવસે પણ ધીમીધારે આખો દિવસ તેઓ વરસાદ વરસ્યો હતો રાવલ નદીમાં પૂર આવતા સનાખડા થી ખત્રીવાડા જતા રોડ પર પાણી આવી જતા કાલે વાહન વ્યવહાર વિખૂટુ પડી ગયો હતો

મોરબી જિલ્લામાં ગઈકાલે આખો દિવસ વાદળ ભાઈઓ વાતાવરણ રહ્યું હતું સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હતો જેમાં મોરબી માળિયા ટંકારા હળવદ તથા વાંકાનેર સુધીનો વરસાદ નોંધાયો હતો

ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસ થયા મેઘરાજા ઇનીગ રમતા ર4 કલાકમાં 4 થી 6 જેવો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જયારે શહેરમાં ચાર ઇંચ જેવા વરસાદ વરસતા નિચાણ વાળા વિસ્તારો પાણી… પાણી… થઇ ગયા હતા.

ઉપલેટા પંથકમાં ર4 કલાક દરમ્યાન મંઘરાજા એ મુકામ કરતા ભારે ગરમી વચ્ચે ઠંડક પ્રસરાવી દીધી હતી ગઇકાલે સવારથી જ કાળા વાદળો વળે ગરમીના બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ બે વાગ્યાએ ધીમી ધારે શરુ થયેલા વરસાદે પહેલી બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી… પાણી… થઇ ગયા હતા. સાંજે આઠ વાગ્યા સુધીમાં વધુ એક ઇંચ વરસાદ પડતા કુલ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે ગ્રામ્ય વિસ્તાર ભાયાવદર, નાગવદર, મેમવદર, તણસવા, જાળીયા સહિત મોટા ભાગના ગામોમાં 4 થી 6 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે આગોતરા વાવેલ મગફળી તેમજ તુવેળના પાકને વ્યાપાક નુકશાની થવાના ભય ખેડુતોમાં જોવા મળી રહ્યા હતા. સામાન્ય પવન સાથે વરસાદ વરસતા કોઇ જાનહાનો બનાવ બનવા પામ્યો ન હોતો.

જૂનાગઢમાં ગીરનાર પર્વત પર અનરાધાર વરસાદ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.