નેપાળની રાજધાની સ્થિત ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી અનુસાર, એક પેસેન્જર પ્લેન જ્યારે અહીં લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી ગઇ. તેમાં કેટલાં લોકો ઘાયલ થયા, તે હજુ સ્પષ્ટ નથી. આ પ્લેન યુએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું અને તેમાં 67 પેસેન્જર્સ સવાર હતા. તેમાંથી 17નો બચાવ કરવામાં આવ્યો છે.
બીબીસી અનુસાર, એક ઓફિસરે જણાવ્યું કે, નેપાળની રાજધાની કાઠમાંડૂના ત્રિભોવન એરપોર્ટ પર આ દુર્ઘટના થઇ.
એક ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 અનુસાર, પ્લેન ક્રેશ સ્થાનિક સમયાનુસાર બપોરે 2.20 વાગ્યે થઇ. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સ્લીપ થયું અને તેમાં આગ લાગી ગઇ. તે રન-વેથી પણ આગળ નિકળીને એરપોર્ટ નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડની દિવાલ પર અથડાયું.