નોટબંધી દરમ્યાન સિસ્ટમ સાતે ચેડા કરનારાઓ પર આવકવેરાની ચાપતી નજર
કાળા નાણાને નાબુદ કરવા સરકારે નવેમ્બર ૬ના નોટબંધી જાહેર કરી હતી જેમાં ભ્રષ્ટાચારીઓની ઉંધ હરામ થઈ ગઈ હતી. નોટબંધી દરમ્યાન ૨૦ લાખથી વધી રકમ જમા કરનારા લોકો પર સરકારની લાલ આંખ છે. ૫૦૦ અને ૧૦૦૦ની ૨૦ લાખથી વધુ નોટો જમા કરનાર ૨ લાખ લોકો પર સરકાર તુટી પડશે. કારણ કે તેઓએ કરવેરા વિભાગને કોઈપણ પ્રકારની માહિતી આપી નથી. અથવા તો ટેકસ ચૂકવ્યો નથી. કરવેરા વિભાગ આ વર્ષે એવાજ લોકોને ટાર્ગેટ કરશે જે છટકબારી કરતા આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ટેકસ વિભાગે દેશભરમાંથી તેવાલોકો પાસેથી રિફન્ડ મેળવવાની તેમજ કડક કાર્યવાહી કરવાની ટેકસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી.
માહિતી એકઠી કર્યા બાદ સરકારે ૧૮ લાખ ડિપોઝીટરોની નોંધ લીધી હતી જેણે વર્ષે ૨૦૧૬માં ૫ લાખથી વધુ રકમ નોટબંધી દરમ્યાન જમા કરાવી હોય જેમાંથી ૧૨ લાખ લોકો આવકવેરા વિભાગ દ્વારા માન્ય કરાયા હતા. નોટબંધી દરમ્યાન કુલ પાંચ લાખ નોટો તો એવી છે કે જેની સરકારી વિભાગોમાં નોંધ જ નથી ત્યારે ૭૦ હજાર ડિપોઝીટર્સ એવા છે જેમણે ૨૫૦૦ અને રૂ.૧૦૦ની ૫૦ લાખથી પણ વધુ કિમંતની નોટો જમાં કરાવી હોય જોકે વડાપ્રધાન મોદીના ગણીત પ્રમાણે નોટબંધી દરમ્યાન ૯૯ ટકા જૂની રૂ.૫૦૦,૧૦૦૦ની ચલણી નોટો સરકારને પરત મળી ચૂકી છે. પરંતુ નોટબંધી તો થઈ ગઈ હજુ લોકોને તેનો યોગ્ય ન્યાય મળ્યો નથી માટે આ વર્ષે સિસ્ટમ સાથે ચેડા કરનારા વચેટીયાઓને સરકાર ઠેકાણે લગાડશે.