સંગીત સંઘ્યા, ઓલ બોડી ચેક-અપ તથા હેલ્થ કાર્ડ વિતરણ સહિતના આયોજન કરાયા
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે રાજકોટના મણીયાર હોલ ખાતે વડીલો માટે પંચરત્ન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં વડીલોને કાગવડ ધજા ચડાવવા લઇ જવા સંગીત, ઓલબોડી ચેકઅપના હેલ્થ કાર્ડ વિતરણ તથા વડીલોને દુબઇ જવું હોય તો તેના ટિકીટનું બુકીંગ પણ રાખવામાં આવ્યું હતું. જેમાં અગિયારસોથી વધુ વડીલો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાઘ્યાયએ જણાવ્યું કે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનોખી વડીલ વંદના કરવામાં આવી છે. ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના સીનીયર સીટીઝનને માટે વડીલ વંદના કરવામાં આવી છે. સાથો સાથ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. મનોરંજનથી મોટું કંઇ ન હોય તેથી મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મનોરંજનની સાથે વરસાદ આવ્યો તેની ખુશીમાં ભજીયા પાર્ટી તથા વડીલોને દુબઇ જવું હોય તો વ્યાજબી દરની ટીકીટો વગેરે પણ આપવામાં આવશે. બોલબાલા ટ્રસ્ટે પંચરત્ન કાર્યક્રમ રાખ્યો છે. વડીલોને કાગવડની ધજા ચડાવવા લઇ જવા માટે સંગીત, ઓલ બોડી ચેકઅપના હેલ્થ કાર્ડ વિતરણ સહીતના અનેક કાર્યક્રમ કરવામાં આવશે. મણિયાર હોલમાં અગિયારસો પચાસથી વધુ વડીલો ઉ૫સ્થિત રહ્યા છે. ત્યારે ખુબ આનંદ થાય છે આટલા બધા વડીલો નિજાનંદ ભાવે ફિલ્મગીત સાંભળી રહ્યા છે અને નિજાનંદ મેળવી રહ્યા છે.