હિન્દી સમાજ, સીદી બાદશાહ સમાજ અને સિંધી સમાજ દ્વારા વિવિધ કૃતિઓનું રિહર્સલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ૧૦૦થી વધુ સંસ્થાઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહી છે.
આજરોજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે હિન્દી સમાજ, સીદી બાદશાહ સમાજ અને સીંધી સમાજ દ્વારા વિવિધ કૃતિઓનું રીહલ્સલ કરવામાં આવ્યું હતુ આ રીહલ્સલમાં યાત્રા વિકાસધામ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, ધનસુખ ભંડેરી, આશિષે વાગડીયા હાજર રહ્યા હતા આ કૃતિઓ ડો.વિજય દેશાણીની આગેવાનીમાં તૈયાર કરાઈ છે. હિન્દી સમાજના ડાયરેકટરએ જણાવ્યું હતુ કે અમો વડાપ્રધાનના સ્વાગત દરમિયાન સીતા સ્વંયવરનો કૃતિ રજૂ કરવાના છીએ તેમણે હિન્દી સમાજ વિશે જણાવતા કહ્યું હતુ કે અમો ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન કાળનો સભ્યતાને બતાવીએ છીએ તથા અમારા કલાકારો ભારતના વિવિધ રાજયોમાંથી આવે છે. ત્યારબાદ ડો. વિજય દેશારીએ જણાવ્યું હતુ કે અહીયા આજ કૃતિઓની ઝાંખી બતાવવામાં આવી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત દરમિયાન રજૂ કરવાના છીએ.