આજે વર્લ્ડ ઓવેરિયન કેન્સર ડે
૩૫ થી 65 વર્ષની મહિલાઓમાં ઓવેરિયન કેન્સર દેખાય: 70 થી 75 ટકા કેન્સર ત્રીજા કે ચોથા તબકકામાં પકડાય
અબતક મીડિયા સાથેની વાતચીતમાં એમ.ડી. ક્રીટીકલ ડીઝીઝ સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટીન્ગ હોમીયોપેથ ડોક્ટર ચૌલાબેન લશ્કરીએ જણાવ્યું હતું કે દિન પ્રતિદિન કેન્સર થવાની સંખ્યા વધી રહી છે. ત્યારે મહિલાઓમાં દેખાતા મુખ્ય દસ કેન્સરમાં ત્રીજા ક્રમનું ઓવેરિયન (અંડાશય)નું કેન્સર છે. આ કેન્સર 30 થી 65 વર્ષની વયની મહિલાઓ દેખાય છે. આ ઓવેરિયન કેન્સર ત્રીજા કે ચોથા તબકકામાં પકડાય છે. જેને લીધે ઓવેરિયન કેન્સરથી પીડીત મહિલાને સારું થવાની શકયતા રપ થી 30 ટકા જ રહે છે. જયારે પ્રથમ તબકકામાં ઓવેરિયન કેન્સર ડિટેકટ થાય તો 95 ટકા કેસમાં સારું થઇ જાય છે.
આઇ.સી. એમ. આર. ના વર્ષ 2019-20 ના રિપોર્ટ મુજબ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનારી મહિલાઓમાં ઓવેરિયન કેન્સરનું જોખમ 60 ટકા ઘટે છે. લોકોમાં ઓવેરિયન કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ ઓવેરિયન (અંડાશય) કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આજે વર્લ્ડ ઓવેરીયન કેન્સર ડે છે. હાલ કોરોના કાળ પછીના સમયમાં કેન્સરના કેસ ચણા મમરાની જેમ વધવા લાગ્યા. તંદુરસ્ત જીવાતું હોય, કોઇ કમ્પ્લેઇન વગર શોર્ટ ટાઇમાં કેન્સર ડીટેક્ટ થાયછે. પરિણામે શરુ થાયછે, એક ત્રાસદાયી ટ્રીટમેન્ટનો સીલસીલો. રેડીયો, કીમોની આડઅસર પેશન્ટને માનસિક ભાંગી નાખેછે. એટલું સારું છે કે આધુનિક વિજ્ઞાનની શોધોને લીધે કેન્સર રોગ સાધ્ય બન્યોછે. પહેલાં એવી માન્યતા હતી કે કેન્સર એટલે કેન્સલ. હવે એવું નથી રહ્યું. તબીબી જગતના વૈજ્ઞાનિકોની અથાગ મહેનત તથા નવા સંશોધનોને હિસાબે કેન્સરના રોગને વધુ સમજી શકાયોછે. તેની સારવાર પણ અદ્યતન પ્રકારે થવા લાગીછે. અમુક પ્રકારના કેન્સર સંપૂર્ણ મટી જાયછે. અન્યમાં લાઇફ સ્પાન લંબાવી શકાયછે.
કેન્સર માટે હાલ ઉપલબ્ધ સારવાર જેવી કે સર્જરી, રેડીએશન, કીમોથેરાપીની મર્યાદાઓ છે. તેનાથી થતી આડઅસરો એટલી જ પીડાદાયક અને ખર્ચાળ છે.હોમીયોપેથી કેન્સરની સારવાર માટે પ્રબળ વિકલ્પ તરીકે ઉભરીને બહાર આવી છે. કેન્સર માટે અનેક પ્રયોગો અને રીસર્ચના પરિણામો ખુબ આશાસ્પદ જણાયા છે. હોમીયોપેથી મેડીસીન દરેક પ્રકારના કેન્સર, હરપ્રકારના તબક્કે ઉપયોગી થાયછે.
આજે વર્લ્ડ ઓવેરીયન કેન્સર ડે છે. સ્ત્રીઓમાં થતા આ પ્રકારના કેન્સરનો આંકડો મોટો થતો જાયછે. ઓવેરીયન કેન્સર એ સ્ત્રીઓને થતા બીજા બધા પ્રકારના કેન્સરમાં સાતમાં સ્થાને છે. ઓવેરીયન કેન્સર સ્ત્રીને ઉંમરના કોઇપણ પડાવે થઇ શકેછે. મોટેભાગે પચાસ વર્ષની ઉંમર પછી જાણમાં આવેછે. આ ઓવેરીયન કેન્સર સ્ત્રી માટે સાઇલન્ટ કીલર તરીકે ઓળખાય છે. શરુઆતના તબક્કે કોઇ લક્ષણો જણાતા નથી. જ્યારે નિદાન થાય ત્યારે કેન્સર ઘણું આગળ વધી ગયેલું હોયછે.
ઓવેરીયન કેન્સરમાંના લક્ષણો
- – પેટમાં ગેસ જેવું લાગે, એને કારણે પેટ ફૂલી ગયેલ લાગે, પેટમાં કારણ વગર પ્રેસર જેવું લાગે, દુ:ખાવો થાય.
- – જમ્યા પછી પેટ વધુપડતું ફૂલ કે ભારે લાગે.
- – વારે વારે પેશાબ કરવા જવું પડે.
- – અથવા પેશાબ લાગવાનું સેન્સેશન વધી જાય.
આવા જ લક્ષણો બીજા ઘણા રોગોમાં થતા હોયછે. ઓવેરીયન કેન્સરના કેસમાં આ લક્ષણો ચાલુ જ રહેછે અને ડે ટૂ ડે લાઇફ નોંધપાત્ર ચેઇન્જ દેખાય. ઉપર દર્શાવે લક્ષણો બાર મહિનાથી વધુ સમય રહે તો હળવાશ ના લેતા ડોક્ટરને કનસલ્ટ કરવા. આ ઉપરાંત અનન્ય લક્ષણો જોઇએ તો થાક લાગવો, અપચો, કમરનો દુ:ખાવો, માસિક પીરીયડની અનિયમિતતા, ભૂખ ના લાગવી, વજન ઘટતું જવું વગેરે હોયછે. આ બધા લક્ષણો ઓવેરીયન કેન્સરમાં વધુ તીવ્રતાથી દેખાય છે. આ બધા લક્ષણો પછી જો વ્યક્તિ ડોક્ટરને કનસલ્ટના કરે તો ઓવેરીયન કેન્સર ખતરનાક તબક્કે પહોંચી શરીરના બીજા અવયવોમાં ફેલાય જાય. જેને મેટાસ્ટેસીસ કહેવાય. મેટાસ્ટેસીસમાં ફેફસામાં પાણી ભરાય, પેટમાં પાણી ભરાય, ક્યારેક બોવેલ ઓબસ્ટ્રકશન ( પાચનતંત્રમાં અવરોધ) થાય.
ઓવેરીયન કેન્સર પ્રી મેનોપોઝ કે પોસ્ટ મેનોપોઝ ગમે તે તબક્કે થઇ શકે. મેનોપોઝના સમય દરમ્યાન માસિકધર્મનું બ્લીડીંગ બંધ થયા પછી અચાનક અમુક સમયે બ્લીડીંગ આવે તો તરત ચેતી જવું. એ મોટેભાગે ઓવેરીયન કેન્સરની શક્યતા હોયછે.
હાલને તબક્કે ઓવેરીયન કેન્સરથી ડરવાને બદલે સાવચેત રહેવું. અવેરનેસ અને સમયઆંતરે ચેકઅપ એ ઓવેરીયન કેન્સરને શરુઆતના તબક્કે પકડી પાડે અને યોગ્ય સારવારથી મટી શકે. વહેલું નિદાન, વહેલી સારવાર, ઉત્તમ રીઝલ્ટ.
ઓવેરીયન કેન્સર ત્રણ પ્રકારના હોય છે
- એપીથેલીયલ ટ્યુમર ( 85 થી 90 % કેસ)
- જર્મ સેલ ટ્યુમર
- સ્ટ્રોમલ ટ્યુમર
કમનસીબે હાલમાં કોઇ રીલાયેબલ સ્ક્રીનીંગ ટેસ્ટ નથી. એટલા માટે જાગરુકતા(અવેરનેસ) અને વહેલું નિદાન એ જ જરુરી બની રહે છે.
35 વર્ષથી ઉપરની મહિલાઓએ વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ: ડો. બબીતા હપાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં ઓન્કોલોજિસ્ટ ડો. બબીતા હપાણીએ જણાવ્યું હતું કે મહિલાઓમાં બ્રેસ્ટ, ગર્ભાશયના મુખના કેન્સરો બાદ અંડાશયનું કેન્સરનું પ્રમાણ પણ વધુ માત્રામાં જોવા મળે છે. તેના પ્રાથમિક લક્ષણો દેખાતા નથી. તેથી આ કેન્સર વિશે મહિલાઓને તે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે ખ્યાલ આવે છે. મહિલાઓને કબજીયાત, વજન ઉતરવું, મુત્રાશયની સમસ્યાઓ, ખાવામાં તકલીફ, પેટનું ફુલવું, પીઠના નીચેના ભાગે સતત દુખાવો થવો વગેરે જેવા લક્ષણો દેખાય તો ડોકટર પાસે ચેક અપ કરાવવું જોઇએ. 35 વર્ષ બાદ મહિલાઓએ વર્ષમાં એક વખત કેન્સર હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ.સોનોગ્રાફી થકી ખ્યાલ આવે છે કે કેન્સર છે કે કેમ કેન્સરનું જેટલું વહેલું નિશાન તેટલું જ સ્વસ્થ થવાની શકયતા વધુ તેથી સમયાંતરે ચેકઅપ કરાવવું જોઇએ.