કેન્સરના ઘણાખરા કિસ્સાઓમાં વારસાગત પરિબળો મોટો ભાગ ભજવતાં હોય છે. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલું લેટેસ્ટ રિસર્ચ કહે છે કે સરેરાશ ૧૦ ટકા કરતાં વધુ જોખમ ધરાવતી સ્ત્રીઓનું દર ચાર મહિને રક્ત-પરીક્ષણ કરવામાં આવે તો તેમનામાં કેન્સરને સમયસર પકડી શકાય છે. સંશોધકોએ ચાર હજાર સ્ત્રીઓ પર પરીક્ષણ કરીને જોયું કે તેમના લોહીમાં રહેલા ઈઅ ૧૨૫ નામના પ્રોટીનનું નિરીક્ષણ કરવામાં આવે તો દસમાંથી નવ કિસ્સામાં આ કેન્સર ફેલાય એ પહેલાં જ તેની હાજરી પારખી શકાય છે.