ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓમાં હરખની હેલી, વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યા બાદ ભવ્ય ઉજવણી કરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજકોટની ઉત્કૃર્ષ સ્કુલનું 100 ટકા પરિણામ આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ એકબીજાના મોં મીઠા કરીને ભવ્ય ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્કૃર્ષ સ્કુલે ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.મળતી માહિતી મુજબ ઉત્કૃર્ષ સ્કુલના મોટાભાગના વિદ્યાર્થીઓએ એ1, અને એ2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં આજે સવારથી આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રજાકોટમાં આવેલી સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા ચાલતી ખાનગી શાળા ઉત્કર્ષનાં વિદ્યાર્થીઓએ ખૂબજ સારો દેખાવ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીમાં હર્ષ ઉલ્લાસની લાગણી છવાઈ ગઈ છે.
ધો.12માં અભ્યાસ કરતા હાર્દીપારેકે 91% દેવ માનવાણીએ 90% અને ભકિત સેજપાલએ 90% માકર્સ મેળવી સ્કુલના ટોપ ત્રણ રેન્કમાં સ્થાન મેળવ્યું છે. ઉત્કર્ષ સ્કુલના સંચાલકે જણાવ્યું હતુ કે કોરોના જેવા કપરા કાળનો પણ સામનો કરીને, વિદ્યાર્થીઓની મહનેત રંગ લાવી છે.જેમાં તેમણે વાલીઓ તથા દરેક શિક્ષક ગણનો પણ આભાર માન્યો છે. વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો એ સાથે મળીને ઢોલ નગારાના તાલે નાચી ઉજવણી કરી હતી.
અનેક વખત પેપર સોલ્વ કરવામાં આવતા ધાર્યું પરિણામ મળ્યું: હાર્દિ પારેખ
ઉત્કર્ષ સ્કુલમાં અભ્યાસ કરતા હાર્દિ પારેખે અબતક સાથે વાતચીત કરતા કહ્યું કે કોવીડનો કપરા સમયમાં પણ ઉત્કર્ષ સ્કુલે જે મહેનત વિદ્યાર્થીએ પાછળ કરી છે. તે અમુલ્ય છે. વધુમાં તેને જણાવ્યું કે તેઓએ ધો.11 સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પેપર સતત એક તી બે વખ્ત લખવામાં આવ્યા હતા જે પરિણામ લક્ષી નીવડયા હું અન્ય વિદ્યાર્થીઓને એ કહીશ કે, તમારી મહેનત અને તમારી ધીરજ યોગ્ય હશે અને તે માટે તમે મહેનત કરતા હશો, તો ચોકકસ ધાર્યું પરિણામ મળશે.
સતત 4 વખતથી 100 ટકા પરિણામ આવતું હોવાથી પાંચમી વખત શ્રેષ્ઠ પરિણામનો અનેરો આનંદ: વિમલ છાયા
ઉત્કર્ષ સ્કુલનાં વિમલભાઈ છાયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ઉત્કર્ષ સ્કુલ સતત 4 વખતથી 100 ટકા પરિણામ મેળવ્યું હતુ. ત્યારે સતત 5મી વખત 100 ટકા પરિણામ મળતા તેનો આનંદ અનેરો રહ્યો છે. અને વિદ્યાર્થીઓને તેમની કરેલી મહેનત માટે ખરા અર્થમાં બિરદાવવામાં આવ્યા છે. સ્કુલમાં સતત 10-10 કલાક મહેનત કરી હોવાથી વિદ્યાર્થીઓને જે ધાર્યું પરિણામ હતુ તે મેળવ્યું છે.