તાજેતરમાં બરોડા ખાતે રોલબોલ ફેડરેશન ઓલ ઈન્ડિયાના સહયોગથી રોલબોલ એસોસીએશન ગુજરાત દ્વારા એક દિવસીય રોલબોલ સ્પર્ધાનું આયોજન બરોડાની ઉર્મિ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૧૧ જિલ્લાની ૧૬ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં રાજકોટના પુજા હોબી સેન્ટરના બાળકો ખુશ ઠકકર, નમન પંડયા, યશ શાહ, કેવીન સિઘ્ધપુરા, જીગર ગોઢાણીયા, ખ્વાબ અંતાણી, શૌર્ય ભાવસાર, કશ્યપ તંતી અને નિસર્ગ કાગડાએ ભાગ લીધો હતો.
સૌપ્રથમ આ બાળકોની મેચ સુરત સાથે થઈ હતી જે ૨-૦ ના ગોલથી રાજકોટના બાળકો વિજેતા થયા હતા. બીજી મેચ અમદાવાદ સાથે હતી જેમાં ૧-૨ થી બાળકોની હાર થઈ હતી અને ચોથા નંબરની પોઝીશન મળી હતી. ગર્લ્સની ટીમમાં સીમરન તંતી જે અમદાવાદની ટીમમાં સામેલ હતી તે ટીમ સુરતની ટીમ સામે ૪-૦થી વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ હતા.
આ ઉપરાંત રેફરી અને ઓફિસીયલની ટ્રેનીંગ આપીને પરીક્ષા લેવામાં આવી હતી જેમાં દીપુદીદી, મીત ગાંધી તથા પુષ્પાબેન રાઠોડે ઉતમ દેખાવ કરતા શીલ્ડ આપવામાં આવ્યા હતા. ગુજરાત રોલબોલ એસોસીએશન ના પ્રમુખ ધર્મેશ પરમાર તથા સેક્રેટરી દિવ્યેશ ગોહિલે રાજકોટના બાળકોની તારીફ કરી ટુંક સમયમાં ગર્વમેન્ટ માન્ય કેમ્પમાં આ બાળકોની પસંદગી કરશે તેવી ખાતરી આપી હતી.