બેખૌફ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરી કોરોનાને આપી રહ્યા છે આમંત્રણ
સુલતાનપુરમાં કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયા સુધી આંશિક લોકડાઉન જાહેર
ગોંડલમાં કોરોના ‘હદ’ની બહાર જઈ રહ્યો છે ત્યારે બેવકુફ લોકો દ્વારા બજારોમાં ભીડ એકઠી કરી કોરોનાને આમંત્રણ આપી બેદરકારી દાખવી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મોંઘીબા સ્કુલ સામે ભરાતી રવિવારી બજારમાં લોકોની ભારે ભીડ જોવાં મળી હતી. મોટાભાગનાં લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા અને સોશિયલ ડિસ્ટન્સનનો ભંગ કરી રહ્યા છે.
ગુજરાતભરમાં કોરોના એ ફરી કહેર મચાવ્યો છે. ગોંડલમાં તંત્ર દ્વારા રવિવારી બજારો બંધ કરાવી સંક્રમણને અટકાવવાં ગંભીરતા દાખવવી જરુરી છે. દિવાળીનાં તહેવારોથી લઇ કોરોના પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે.ગોંડલ માં રોજીંદા ત્રીસ થી પાંત્રીસ પોઝીટીવ કેસ નોંધાય છે.સુલતાનપુર કોરોના ગ્રસ્ત બનવાં પામ્યું છે.
અગાઉ પણ ગોંડલ કોરોના ગ્રસ્ત બન્યું હતું.કોરોના ની બીજી લહેરમાં લોકોની બેદરકારીથી કોરોના ને ખુલ્લું આમંત્રણ મળી રહયું છે.શહેર ની બજારોમાં પણ ભીડ અને ટ્રાફીક સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કરી રહ્યા છે.મોટાં ભાગનાં લોકો માસ્ક પહેર્યા વગર નાં નજરે પડે છે.