અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

કોરોના સામે રક્ષણ માટે સરકાર દ્વારા પુરજોશમાં રસીકરણ માટે જાત જાતની જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે વાસ્તવિકતા કંઇક અલગ હોવાની ગ્રામ્ય યુવાનોમાં સુર  ઉઠયો છે સરકાર અને આરોગ્ય વિભાગના સંકલનના અભાવને કારણે યુવાનો રસી માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે. ત્યારે તાલુકાના ખીરસરા, અરણી, ટીબડી, સાજડીયાળી ગામમાં આજદિન સુધી એક પણ 18+ વ્યકિતને રસી આપવામાં નહિ આવતા આ વિસ્તારના ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગામના યુવાનો પાસે જાણવા મળતી વિગતો પ્રમાણે સરકાર દ્વારા 18 વયથી મોટા યુવાનોને રસી આપવાની જાહેરાત આજથી દોઢ માસ પહેલા કરવામાં આવી હતી તેમાં આરોગ્ય  વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન  ફરજીયાત રાખવામાં આવેલ હતું. આથી યુવાનો એ 28 એપ્રિલના ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તેમાં રસી કરણનું સ્થળ સ્થાનીક પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પસંદ કરવામાં આવેલ હતું. પણ ખાટલે મોટી ખોટ કે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી જે ગણો તે પણ સાજડીયાળી, ટીંબડી, ખીરાસરા, અરણીમાં આજદિન સુધી એક પણ 18+ યુવાનોના રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છતાં રસી આપવામાં આવી નથી.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ગામના યુવાનોએ 28મી એપ્રિલથી આજ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવેલા તેમાં સ્થાનીક પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના નામ દર્શાવાતા અન્ય જગ્યાએ રસી કરણ કેમ્પમાં રસી નથી લઇ શકતા જયારે ગામમાં આરોગ્ય વિભાગ કેન્દ્રમાં આ બાબતે યુવાનો પુછપરછ કરવા જાય તો એમ કહેવામાં આવે છે કે અહિ રસી આવતી નથી આવશે ત્યારે કહેવામાં આવશે આવા ઉડાવ જવાબ આપી દેવાના લગભગ 6 ગામના 10 કરતા વધુ યુવાનો રોષે ભરાયા છે દોઢ દો મહિનાથી રજીસ્ટ્રેશન કરવા છતાં રસી નહિ અપાતા આ વિસ્તારના યુવાનો જો બે દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો મામલતદાર ઓફીસે રૂબરૂ આવેદન પત્ર આપી રજુઆત કરવાના મુડમાં હોવાનું જણાવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.