સંત સાથે પૂર્વ ધારાસભ્ય પબુભાનો વ્યવહાર અત્યંત દુ:ખદ

ભાવનગર, જામનગર, રાજુલા-જાફરાબાદ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં વિવિધ સમાજે આવેદન સાથે વ્યકત કર્યો રોષ

દ્વારકામાં રામાયણી મોરારીબાપુ સાથે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા થયેલા દુર્વ્યવહારના વિરોધમાં રાજકોટ, મહુવા, સહિત સૌરાષ્ટ્રભરમાં ઉગ્ર આક્રોશ ઉઠયો છે. રાજકોટમાં પણ ઉગ્ર આક્રોશ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગોંડલ નજીકના પ્રતિધ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ) ખાતે પણ સજજડ બંધ પાળવામાં આવ્યો હતો. જામનગર, ભાવનગર, રાજુલા-જાફરાબાદ, જસદણ, ગોંડલ સહિતના ગામોમાં સાધુ સમાજ સહિતના વિવિધ સમાજ દ્વારા આ ઘટના સામે રોષ વ્યકત કરી આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.

જામનગર:કાકાર મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કરતા જામનગરના આહિર સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. જામનગર જિલ્લા આહિર સમાજના આગેવાનોની તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પબુભા વિરૃદ્ધ પગલાં લેવાની માંગણી સોનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ આ આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રીને પણ મોકલાશે. આવતીકાલે સમાજ દ્વારા નિષ્ણાત વકીલોની સો ચર્ચા કર્યા પછી તેમની સલાહ પ્રમાણે કાયદેસરના પગલાં અને ફરિયાદ અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના આહિર સમાજના આગેવાનો દ્વારા મોરારીબાપુ જેવા સાધુ-સંત પર હુમલાના પ્રયાસની ઘટના અંગે પબુભા માણેક વિરૂદ્ધ પગલાં લેવા રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

ઉના: તાલુકાના સમસ્ત સાધુ સમાજ દ્વારા મોરારી બાપુ ઉપર થયેલ ગેર વર્તનના વિરોધમાં દુધરીજ્યા લાલ દાસ બાપુ ની આગેવાની હેઠળ સમસ્ત ઉના સાધુ સમાજ દ્વારા હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિ સમાજ ના ધર્મ ની લાગણી ન દુભાય અને મોરારી બાપુ ઉપર જે ખોટી રીતે આક્ષેપો થયાએ દૂર કરવા ઉના પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભાવનગર: દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે થયેલ દુર્વ્યવહારની ઘટના ના અનુસંધાને ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પટેલ સમાજ ના આગેવાન બુધાભાઈ પટેલ, ભગવાનજીભાઈ પટેલ, લક્ષ્મીબેન પટેલ, તથા દરજી સમાજ ના આગેવાન દિલીપભાઈ કેપ્રી, માલધારી સંગઠનના આગેવાન ડો. ગૌરાંગભાઈ સાટીયા, દ્વારા તેમજ મુસ્લિમ સમાજ ના આરીફભાઇ કાલવા એ પણ આવેદનપત્રો આપ્યા હતા.

રાજુલા: દ્વારકા ખાતે  કથાકાર મોરારી બાપુ   ઉપર થયેલા હુમલાના પ્રયાસથી રાજુલા વિસ્તારમાં મા દુ:ખની લાગણી છે  બાબરીયાવાડ, સાધુ સમાજ  અન્ય સમાજમાં ભારે દુ:ખ ની લાગણી વ્યક્ત થઈ રહી છે રામપરા વૃંદાવન બાગ અને જગ્યાના મહંત અખાડા ના અધ્યક્ષ  રાજેન્દ્ર બાપુએ જણાવ્યું કે કથાકાર અને સંત એવા મોરારીબાપુ ને માફી માંગવા બોલાવી અને  પબુભા માણેક દ્વારા હુમલોનો પ્રયાસ સંત ઉપર કરવામાં આવ્યો તે નિંદનીય છે અને દુ:ખદ ઘટના સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. રામપરા વૃંદાવન બાગની જગ્યાના મહંત અને નિર્મોહી અખાડાના અધ્યક્ષ એવા સંતએવા  રામદાસ બાપુ દ્વારા આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે પીપાવાવ ખાતે જગ્યાના મહંત  મહેશદાસ બાપુ એ પણ બાપુ પરના હુમલા કરનાર સખત પગલાં ભરવા માંગ કરી છે. આ બનવાને  સાધુ સમાજ પણ સખત શબ્દોમાં વિરોધ કર્યા છે.

પાલિતાણા: પાલિતાણામાં વૈષ્ણાવ સાધુ (વૈ.બા.) સમાજ દ્વારા ડે. કલેકટરને એક આવેદનપત્ર આપી દ્વારકામાં પૂ. બાપુ સાથે થયેલા આયોગ્ય વ્યવહારોનો ઉગ્ર વિરોધ કર્યો છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલા લેવા અને જવાબદાર સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

જસદણ: જસદણ તાલુકા ત્રિપાંખી સાધુ સમાજ દ્વારા મોરારીબાપુ બાપુ પર પભુભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસને વખોડી કાઢયો હતો. સરકાર ફરિયાદી બની કડક કાર્યવાહી અને મોરારીબાપુને પોલીસ રક્ષણ દેવામાં આવે તેવી માંગ સાથે જસદણ રક્ષણ દેવામાં આવે તેવી માંગ સાથે જસદણ પ્રાંત અધિકારીને રામ ધૂન બોલીને શનિવારે જસદણ તાલુકા ત્રિપાંખે આવેદનપત્ર આપ્યુ હતું.

ગોંડલ: દ્વારકા ખાતે પૂજ્ય મોરારીબાપુ સાથે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂક મુદ્દે ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન અને વૈષ્ણવ સાધુ સમાજ(બા.વૈ.) ગોંડલ દ્વારા નાયબ કલેકટર અને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર ગોંડલ વૈષ્ણવ સાધુ સમાજ તથા ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન આ ઘટનાને વખોડી કાઢે છે.અને સખ્ત વિરોધ દર્શાવે છે તેવું જણાવ્યું હતું આ તકે મનોજભાઈ મેસવાણીયા (પ્રમુખ ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન)સહિતનાઓ હાજર રહ્યા હતા.

વીરપુર: પ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)ખાતે દ્વારકાની ઘટનાના વિરોધમાં બંધ પાળવામાં આવ્યો હતો. ગામના દરેક નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી દ્વારકાની ઘટનાને વખોડી કાઢી હતી. પૂ. જલારામ બાપાના પરિવારના પ્રતિનિધિ તથા વીરપુર ગામના પાંચ અગ્રણીયે રાજકોટ જઇ કલેકટરને આવેદનપત્ર આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.