વઢવાણના કોંગ્રેસ કાર્યકર સતિષભાઈ ગમારા તથા અન્ય રહેવાસીઓએ તંત્રને જાણ કરી
વઢવાણ લીમડી રોડ પર કચરાના ઢગલામાં કોરોના વાયરસની સારવાર દરમિયાન ડોકટરોએ પહેરેલી પીપીઈ કીટ જોવા મળતા લોકોમાં ફફડાટ તથા રોષની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે કોંગ્રેસ કાર્યકર સતિષભાઈ ગમારા તથા અન્ય રહેવાસીઓનું ધ્યાન જતા તેઓએ તંત્રને જાણ કરી હતી.
વઢવાણ લીમડી રોડ ઉપર કચરાના ઢગલામાં કોરોનાવાયરસ ની પિપી કીટ જણતીથી જોવા મળી આ વિસ્તારના રહેવાસીઓ માં આ કીટ દેખાવ દેતા ભારે રોષ છવાયો આરોગ્ય તંત્ર ઉપર ફીટકારની લાગણી વરસી વઢવાણ શહેરના સતવારા પરા થી આગળ જતા વઢવાણ લીમડી રોડ ઉપર એક કચરાનો મહાકાય ઢગલો પડ્યો છે જેમાં કોરોનાવાયરસ માં વપરાતી આ પિ પી કીટ જોવા મળતા આરોગ્ય તંત્રની બેદરકારી પણ સામે આવી છે ત્યારે આ વિસ્તારના કોંગ્રેસના વઢવાણના કાર્યકર સતિષભાઈ ગમારા તેમજ અન્ય લોકોની નજરમાં કીટ આવતા તંત્રને જાણકારી આપવામાં આવી છે અને આ કીટકોને નાખી તેનો પણ સવાલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં હાલમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે ત્યારે આવા દર્દીએ ઉપયોગ કરેલ કીટ જાહેર માર્ગો પર જોવા મળતા શું કોરોનાવાયરસ ફેલાવવાનો કોઈએ કારસ્તાન કયું છે ? એવો પણ સવાલ ઉઠયો હતો હાલમાં તો આ ટ્વીટ જોવા મળતા આ વિસ્તારના રહેવાસીઓ માં કચવાટ સાથે રોષ પ્રગટ્યો છે.