તમામ 22 કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા કલેકટરને આવેદન પાઠવી, હોસ્પિટલ બહાર ઉપવાસ પર બેસી ગયા
સુરેન્દ્રનગર શહેરમાં આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ સામે જંગ લડતા દર્દીઓની સારવાર અને સેવા કરનારા વાલ્મિકી સમાજના 22 કર્મચારીઓને એકાએક છુટા કરવામાં આવતા રોષની લાગણી સાથે કલેકટર ને રજૂઆત કરી અને આવેદનપત્ર આપી અને જેમના પ્રશ્નનો કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે તેમને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનો માર્ગ પકડવા નો વારો આવ્યો છે.
ત્યારે ઉપવાસ આંદોલનમાં બેઠેલા જ્યોતિબેન મુકેશ ભાઈ મકવાણા જણાવ્યું કે સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાવાયરસ મોટી માત્રામાં વકર્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ મોટી માત્રામાં હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ ની તો વાત જ શું કરવી એવા માહોલ વચ્ચે અમોએ 22 જણાયે કોરોનાવાયરસ માં સપડાયેલા દર્દીઓને સંચાલય યુરીનલ તેમજ તેમના ટિફિન અને જમવા સુધીની સારવાર આપી છે અને તેમના જીવના જોખમે પણ જ્યારે આ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવી છે ત્યારે અત્યારે હાલમાં આવા હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ ના આવવાના કારણે હાલમાં 22 જેટલા કર્મચારીઓને એકાએક જાણકારી આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
ત્યારે વાલ્મિકી સમાજના મયુર ભાઈ પાટડીયા તેમજ ભીખાભાઈ તેમજ અન્ય વાલ્મિકી સમાજના આગેવાનો સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા 22 વ્યક્તિઓની વિગતો મેળવી અને આ 22 લોકોને ફરજ ઉપર લેવા માટેની માંગણી કરવામાં આવી હતી ત્યારે હાલમાં કોરોનાવાયરસ માં સેવા આપનાર વાલ્મિકી સમાજના 22 જેટલા લોકોને ફરજમુક્ત કરતા સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે 22 કર્મચારીઓએ ફરજ ઉપર લેવાની માગણી સાથે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે