લારી ધારકોને ખસેડીને રોડની બાજુમાં ખુલ્લી પડેલી જગ્યામાં ફિનીશિંગ તાર બાંધી દેવાતા ધંધો-રોજગાર ઠપ

સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ થી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ સૌ થી વધુ લારી ધારકો લારી ઊભી રાખીને અને કેબીનો મૂકીને ધંધો રોજગાર કરીને પોતાનું પેટીયું રળી રહ્યા છે ત્યારે હાલમાં જ પ્રશાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ થી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફથી કે જ્યાં આ લારી ધારકો ઉભા રહેતા હતા તેમને ખસેડીને રોડની બાજુમાં ખુલ્લી પડેલી જગ્યામાં ફિનિશિંગ તાર બાંધી દેવામાં આવતા આ એક સૌથી લારી ધારકો  અને ગલ્લા વાળાઓ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બન્યા છે.આર્ટસ કોલેજ થી ગાંધી હોસ્પિટલ વાળા રોડ ઉપર ફૂટપાથ ઉપર છેલ્લા ૨૦ વર્ષ થી નાસ્તા ની લારીઓ વાળા ઉભા રહે છે અને નગરપાલિકા એ તેમને લાઇસન્સ પણ આપેલા છે ત્યા અત્યારે ફેનસિંગ કરવા માં આવવા થી તેઓ હવે ત્યાં ધંધો કરી શકે તેમ નથી એક તો લોકડાઉન માં ધંધા રોજગાર બંધ હોવાથી નાના માણસો ને ખૂબ તકલીફ પડી છે અને હવે એમને ધંધા ની જગ્યાએ થી કાઢવા મા આવે તો ’પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ થાઈ તેથી તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાં ધંધો કરવા દેવા કલેક્ટર સમક્ષ માંગ કરી છે.

અને કોરોનાની મહામારી વચ્ચે આ રોડની સાઈડમાં ધંધો કરનાર સૌ થી વધુ લોકો હાલમાં આ ફિનિશિંગ તાર બાંધવામાં આવતા બેરોજગાર બન્યા છે ત્યારે આગામી સમયમાં આ ફિનિશિંગ તાર ને હટાવી અને ધંધો રોજગાર કરવા દેવા માટે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ લારી ગલ્લા ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.