30 દિવસમાં જર્જરિત આંગણવાડી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ
અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ભોજરાજપરા વિસ્તારના છેવાડે આવેલા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી આ દરમિયાન આંગણવાડી નુ મકાન અતિ જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે કકળભુસ થઈ નાના બાળકો પર પડી શકે તેમ હોય તાકીદે યોગ્ય પગલાં લેવા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે અન્યથા 30 દિવસ બાદ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
ગોંડલ કોંગ્રેસ સમિતિના યતિષભાઈ દેસાઈ , આશિષ ભાઈ કુંજડિયા, વૃષભભાઈ પરમાર, દિનેશભાઇ પાતર, ક્રિષ્નાબેન તન્ના સહિતના કોંગ્રેસીઓ દ્વારા શહેરના ભોજરાજપરા ખાતે આવેલ 23/185 નંબર ની આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી આ દરમિયાન આંગણવાડીનું બિલ્ડીંગ અતિ જર્જરિત હાલતમાં હોય અને ગમે ત્યારે ભૂલકાઓ પર કકડભૂસ થઈને પડી શકે તેમ હોય મોટો અકસ્માત સર્જાય અને કોઈના કુટુંબના કુમળા ફૂલ ઉપર પડે તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અન્યથા 30 દિવસ બાદ આ આંગણવાડી પ્રશ્ને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.