લુવારામાં કાઠી સમાજની પુત્રીને ન્યાય અપાવવા
અમરેલી પોલીસના મનસ્વી વર્તન સામે સમાજમાં રોષ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓ સામે આકરી કાર્યવાહીની માંગ
અમરેલી જિલ્લાના લુઆરા ગામે સ્થાનીક પોલીસ દ્વારા અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તે દરમ્યાન અપરાધીની બહેન દ્વારા એન્કાઉન્ટરથી બચાવવા વિડીયો રેકોર્ડીંગ (અનુ. આઠમા પાને)
કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ઉચ્ચઅધિકારી અને કર્મચારીઓ દ્વારા કાઠી સમાજની દિકરી પર ખોટા આક્ષેપો અને ખોટી ફરિયાદો કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનોે દાખલ કર્યો હતો જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કાઠી સમાજ સહિત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાધાતો પડયાં છે અને આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે ત્યારે ચોટીલા તાલુકાના નવા સુરજદેવળ મંદિર ખાતે સમસ્ત કાઠી-ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં મોટીસંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
અમરેલી જિલ્લાના લુઆરા ગામમાં ગત તા.26 જાન્યુઆરીના રોજ સ્થાનિક જિલ્લા પોલીસવડાની સુચનાથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અશોકસિંહ બારીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં સ્થાનીક આગેવાનોના જણાવ્યા મુજબ અપરાધીને ગીરફતાર કરવાને બદલે ફાયરીંગ કરી એન્કાઉન્ટર કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં અને અસંવેધનીક રીતે સધર્ષ પણ કાઢી ઢોર મારમારી પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. જે દરમ્યાન અપરાધીની બહેેને આ એન્કાઉન્ટરથી બચવા વિડીયો રેકોર્ડીંગ કર્યું હતું.
જેના કારણે તે સમયે ત્યાંના પુરૂષ પોલીસ કર્મચારીઓ દ્વારા કાઠી સમાજની દિકરી સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને અલગ-અલગ કલમો લગાવી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેનો સમગ્ર રાજ્યમાં કાઠી અને ક્ષત્રિય તેમજ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને સમાજની દિકરીને ન્યાય મળી રહે તે માટે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલી તમામ કલમો રદ્દ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી ફરજ પરથી ડીસ્મીસ કરવામાં આવે તેવી માંગ સાથે ચોટીલા તાલુકાના નવા સુરજદેવળ મંદિર ખાતે સમસ્ત કાઠી અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું.
જેમાં સંમેલનના પૂર્વ દિવસથી મોટીસંખ્યામાં સુરજદેવળ મંદિર ખાતે હોદ્દેદારો અને આગેવાનો એકત્ર થવા લાગ્યા હતાં અને મોડી રાત સુધી સંમેલનને તંત્ર તેમજ પોલીસની મંજુરી આપવામાં આવી નહોતી પરંતુ ત્યારબાદ મોડીરાત્રે પોલીસ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં વ્હેલી સવારથી જ સમગ્ર રાજ્યમાંથી કાઠી અને ક્ષત્રિય સમાજ સહિત કરણી સેનાના હોદ્દેદારો અને આગેવાનો મોટીસંખ્યામાં સુરજદેવળ મંદિર ખાતે એકત્ર થયા હતાં. અને દિકરીને ન્યાય મેળવવા ચર્ચા વિચારણા કરી આગામી રણનિતિ નક્કી કરવામાં આવી હતી.
ચોટીલાના સુરજદેવળ ખાતે ક્ષત્રિય અને કાઠી સમાજના મહાસંમેલને ધ્યાને લઈ સવારથી જ સુરજદેવળ તરફ આવતાં તમામ મુખ્ય રસ્તાઓ સહિત હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં સુરજદેવળ ગામ તરફ જવાના મુખ્ય દ્વાર પર દરે ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ તમામ વાહનચાલકોની નોંધણી અને ચેકીંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તમામ માર્ગો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા સહિત ડીવાયએસપી એચ.પી.દોશી, સી.પી.મુંધવા સહિતનો સ્ટાફ ખડેપગે તૈનાત રહ્યો હતો.
આ મહાસંમેલનમાં રાષ્ટ્રીય કરણી સેનાના રાજ શેખાવત, રાજપૂત કરણી સેનાના જે.પી. જાડેજા, કાઠી સમાજના મંગળુભાઇ ખાચર, રાજુભા ધાધલ (જસદણ), પ્રતાપભાઇ ભગત (થાન), ભુજરીયા જોરુભા, રામકુભાઇ ખાચર, જયવીરભાઇ ખાચર, કિશોરભાઇ ધાધલ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસનો સત્તાનો દૂરઉપયોગ સાંખી નહી લેવાય: રાજસિંહ સેખાવત
રાષ્ટ્રીય રાજપૂત કરની સેના અધ્યક્ષ રાજસિંહ સેખવત એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જાણવ્યું હતું કે અમે સરકાર ને અપીલ કરી ચૂકયા છી સરકાર અમારી માંગ ને હાલ સ્વીકારતી નથી તો આવના સમય માં અમે અમરેલી ખાતે એસ.પી ને ઘેરાવ કરવાં છી લાખો ની જનમેદના સાથે કરશુ તારીખ અને સમય જલ્દી નકી કરી જાણવામાં આવશે અઢાર વરણ ના લોકો અને તમામ સનગઠનો અહીંયા હાજર છે આ એક એવી અવાજ છે જે ગૃહ તંત્ર ના મોટા હોદેદારો માટે નો સંદેશ છે જો પોલીસ તંત્ર સતાનો દુરુપયોગ કરશે તો હવે ગુજરાત ની અને દેશ ની જનતા હોવી ચૂપ નહીં રહેશે અને અમે આગેવાનો એમને ચૂપ બેસવા નહીં દેસુ અમે તેઓ ને ન્યાય આપવા તતપર રેહસું
લુવારાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, અમરેલીમાં મોરચો મંડાશે: જે.પી. જાડેજા
રાજપૂત કરની સેના પ્રમુખ જે પી જાડેજાએ અબતક સાથે ખાસ વાતચીત માં જાણવ્યું હતું કે સાવરકુંડલા તાલુકા ના લુવાર ગામ ખાતે હેમુબા સાથે જે અમરેલી પોલીસ દ્વારા અત્યાચાર કરી ખોટા ગુનાહ દાખલ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેના વિરોધ માં ચોટીલા તાલુકા ના સુરજદેવડ ખાતે લોક અવાજ ઉઠવા આજે તમામ સનગઠનો રાજપૂત કરની સેના , રાષ્ટ્રીય રાજપૂત કરની સેના,મોગલ સેના સૂર્ય સેના, દ્વારા મહા સંમેલન કરવામાં આવ્યું છે તેમજ અમરેલી પોલીસ ના જે વ્યક્તિઓ આ ઘટના સાથે જોડાયેલા છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે અને હેમુબા ને સ્વમાનભેર તેમના ઘરે પોહચડવા માં આવે જો આવનારા દિવસો માં આમરી માંગ ને સ્વીકારવામાં નહીં આવે તો અમરેલી પોલીસ સામે મોરચો માંડવામાં આવશે મોટા પાયે જન આંદોલન કરવામાં આવશે