એક કિલોનો જ આગ્રહ રાખી દાદાગીરી કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તાતી જરૂર
ગોંડલ માંડવી ચોક પાસે આવેલ શાકમાર્કેટના વેપારીઓ તોલમાપ માં ધાલમેલ કરતાં હોવાથી મહિલાઓ સાથે જીભાજોડી થવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવે છે તેમછતાં તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે પગલાં ભરવામાં ન આવતાં ચચો નો વિષય બનવા પામ્યો છે
આ બાબતે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતી મહિલાઓએ પોતાનું નામ ન પ્રસિધ્ધ કરવાની શરતે જણાવ્યું હતું કે શાકમાર્કેટમાં શાકભાજી ખરીદી વેળાએ વેપારીઓ દ્વારા તોલમાપ માં ધાલમેલ કરી પુરા પૈસા દેતા હોવાછતાં તોલ પુરો ન આપતા હોવાથી જીભાજોડી થાય છે આ ઉપરાંત વેપારીઓ દ્વારા એક કિલો નોજ આગ્રહ રાખી દાદાગીરી કરતાં હોય છે મોટાભાગની મહિલાઓએ માંડવી ચોક શાકમાર્કેટમાં ઘુમરા મારતા આવારા તત્વો મુંગા પશુઓને પણ છોડતા નથી તેઓ પશુઓને હેરાન કરે છે જેના કારણે પશુઓ ભૂરા યા થઈ દોડધામ કરે એટલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે, આવા સમયે મહિલાઓના જીવ તાળવે ચોંટી જતા હોય છે તેમજ શાકભાજી ના થડા ની આગળ લારીઓ ઉભી રાખી દાદાગીરીથી ધંધો કરતાં અને તોલમાપ ઓછું આપતા વેપારીઓ સામે તવાઈ બોલાવી સીધા દોર કરવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઈ છે અનુકૂળતા ન હોય તો ફરજિયાત પણે શાકભાજી કિલો માજ લેવુ પડે છે આ અગાઉ
ગોંડલ શાકમાર્કેટ નો મુદ્દો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થવા પામ્યો હતો લોકોએ facebook whatsapp વિગેરેમાં પોતાના મંતવ્યો રોષ સાથે વ્યક્ત કર્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં લાજ કાઢતાં હોવાથી થડા આગળ લારી રાખી ધંધો કરતાં વેપારીઓ બેફામ બન્યા છે ત્યારે તોલમાપ અને લારીઓ ઉપર તવાઈ બોલાવશે તે આવનારો સમય બતાવશે 50 ગ્રામથી તોલમાપ હોવા છતાં પરાણે કિલો નો આગ્રહ રાખતાં વેપારીઓ ને તંત્ર દ્વારા દંડ તોલ જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બનવા પામી છે