ગીરગઢડાના ધોકડવા ગામ મા આવેલ એસબીઆઇનુ એટીએમ બંધ હોવાથી લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપાર ધંધા માં પણ તેની અસર જોવા મળી રહી છે
ધોકડવા મા બાર થી તેર ગામ નુ હટાણું હોય ને લોકો એટીએમ ના ભરોસે ધોકડવા મા ખરીદી કરવા આવતા હોય અને તેમને એટીએમ ના હિસાબે ખાલી હાથે પરત ફરવાની ફરજ પડતી હોય છે
ત્યારે બેંકના મેનેજમેન્ટ ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા ન હોય ત્યારે લોકો ધોકડવા ખરીદિ કરવાનુ ટાળી ઉના જવા મજબૂર બન્યા છે. પત્રકાર દ્વારા મેનેજરનો સંપર્ક કરવા જતા મેનેજર દ્વારા એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે અત્યારે મારી પાસે ટાઈમ નથી બે દિવસ પછી મળો.
તો શું આલોકો પત્રકાર ને આવા ઉડાવ જવાબ આપતા હોય તો આમ જનતા ને શું જવાબ મળે તે પણ એક સવાલ ઉદભવે છે