સહજાનંદનગરમાં રહેતા દર્દીનો પરિવાર દ્વિધામાં મુકાયો
ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો કહેર વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સહજાનંદ નગરમાં રહેતા મહિલા કોરોનાનો આરટી પીસીઆર રિપોર્ટ કરાવવા સરકારી દવાખાને પહોંચ્યા હતા તેનો જવાબ 48 કલાકે પણ ન આવતા કઈ સારવાર કરવી તે અંગે દ્વિધામાં મુકાયા છે.
ગોંડલ સહજાનંદ નગરમાં રહેતા અને ક્ધટ્રકશન નું કામ કરતા રાજેશભાઈ મકવાણા ના પત્ની ગૌરીબેન ઉંમર વર્ષ 50 છેલ્લા પાંચ દિવસ થી શરદી તાવ ઉધરસ ની બીમારીથી પીડાઇ રહ્યા હોય ગત તારીખ 12 ના આર ટી સી આર રિપોર્ટ કરાવવા માટે પુત્ર શ્યામ ને સાથે લઈ સરકારી દવાખાને ગયા હતા ત્યાં સેમ્પલ આપી દીધા બાદ તા. 13 ના રિપોર્ટ આવી જશે તેવું જણાવાયું હતું પરંતુ 48 કલાક વીતવા છતાં પણ રિપોર્ટ હાથમાં ન આવતા હાલ કઈ બીમારી અંગેની સારવાર કરાવી તે અંગે મકવાણા પરિવાર દ્વિધામાં મુકાયો છે મકવાણા પરિવાર ને થયેલ હેરાન ગતિ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.