પોલીસે ખનીજ ચોરીમાં પકડેલા વાહનો આડેધડ પાર્ક કરતા લત્તાવાસીઓને હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પકડેલ વાહન મુકવાની અને ખાસ કરી કાર્બોસેલ રેતી અને ખનીજ વહન કરતા ગેરકાયદેસર વહાનો જડપાય તો આ વાહનો મુકવાની જોરવારનગર પોલીસ પાસે કોઈ જાતની વ્યવસ્થા ન હોવાના કારણે આ વાહનો જોરાવરનગર પોલીસ દ્વારા જાહેર રસ્તા ઉપર મૂકી દેવામાં આવી રહ્યા છે.
ત્યારે ખાસ કરીને એવા ૧૦ થી વધુ ડમ્પરો સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે આવેલ રહેણાંક વિસ્તારોની જગ્યામાં મોકલી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતનો રોસ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોમાં વ્યાપી જવા પામ્યો છે આ વિસ્તારોમાં ધંધો રોજગાર કરતા વેપારીઓની દુકાનો બહાર આવા પકડેલા ડમ્પરો અને વાહનો મૂકી દેવામાં આવતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ..
વળી આ પકડેલ વાહનોની નીચે ગંદકી થતી હોવાથી આજુબાજુના વેપારીઓમાં મચ્છરજન્ય રોગ ફેલાવાની દહેશત પણ ઉભી થવા પામી છે આ બાબતે અનેક વખત રજુઆત જોરાવરનગર પોલીસ મથકે વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા આ વાહનો યોગ્ય સ્થળે મુકવા માટે કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં જોરાવરનગર પોલીસ મથકને આ વાહનો અને પકડાયેલ જથ્થો રાખવા માટે સરકારી જગ્યા ફાળવી અને સરકારી જગ્યાઓ માં આવા વાહનો અને પકડાયેલ મુદ્દામાલ ઠાલવવામાં આવે તેવી આજુબાજુના રહેવાસીઓ હાલમાં માંગ કરી રહ્યા છે.