સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ ખોખલું બનતું જઈ રહ્યું છે ત્યારે તમામ ચૂંટણીઓમાં હાલમાં કોંગ્રેસ પાર્ટીના નબળા નેતૃત્વના પગલે કોંગ્રેસના પોતાના કાર્યકરમાં જ નારાજગી જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં  છેલ્લા એક દસકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસી કાર્યકરોએ ટપોટપ રાજીનામા આપી દીધા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સેલ ના કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ ગમારા એ પ્રમુખ અમીતભાઈ ચાવડા ને રાજીનામું આપી દીધું છે.

રાજીનામાનું કારણ તેમને પૂછવામાં આવતા તેમને જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં નબળું કોંગ્રેસનું નેતૃત્વ છે જેને લઇને છેલ્લાં અનેક વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે છતાં મારી કોઈ પણ જાતની સગર કિંમત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવતી નથી અને વળી ચૂંટણી ટાણે પ્રચાર કરવા આવતા કોંગ્રેસી નેતાઓ અન્ય દિવસોમાં જિલ્લાની પ્રજા વચ્ચે દેખાતા નથી જેને લઇને નારાજગી પણ કોંગ્રેસ માલધારી સેલ જિલ્લા પ્રમુખ સતિષભાઈ ગમારા એ રાજીનામું આપી દીધું છે હાલમાં કોઈ અન્ય પક્ષો સાથે નહીં જોડાય તેવી પણ મહત્વની જાહેરાત કરી છે.

બીજી તરફ વઢવાણ શહેર પૂર્વ ઉપપ્રમુખ જીતુભાઈ દલવાડી એ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ ખોખલી બનતી જઈ રહી છે તેવા સંજોગોમાં લોકોની નજરમાં હાલમાં ઉભા રહેવા માટે અને લોકોના કામ વગર પક્ષ સાથે રહી કરવા માટે વઢવાણ શહેરના પૂર્વ પ્રમુખ જીતુભાઈ દલવાડી એ પણ રાજીનામું આપી દીધું છે

૧પથી વધુ કોંગ્રેસ કાર્યકરો ‘આપ’ માં જોડાવાના એંધાણ

સુરેન્દ્રનગરમાં સંચાલનનો અભાવ તેમજ કોંગ્રેસની કારમી હાર થવાના કારણે દિગ્ગજ નેતાઓ પણ નારાજ થયા છે. અનેક કોંગ્રેસના નેતાઓ એ રાજીનામા ધર્યા છે. જયારે ૧પથી વધુ કોંગ્રેસ કાર્યકરો આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકરોની ઉપસ્થિતિમાં આગામી રવિવારે ‘આપ’ માં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.