સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાઇનો લાગી

પ્રભાસ પાટણમાં રોગચાળાએ ભરડો લીધો છે. બીપી ડાયાબિટીસના દર્દીઓ આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્ર લાબી લાઇનો લાગી હતી.

પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્રને ધ્યાનમાં રાખી તાજેતરમાં મળેલ માહિતી મુજબ રોગચાળાએ માજા મૂકી છે, જેમાં ડાયાબિટીસ, બીપી, લોહીના તપાસ માટે લાંબી લાઈન જોવા મળે છે. જેમાં બીપી, ડાયાબિટીસ, લોહીના રિપોર્ટ માટે કેશબારી પર લાબી કતારો લાગી છે.

પહેલા વરસાદમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. તાવ, સર્દી, ઉધરસને પગ દુ:ખવા દર્દી, ચિકનગુનિયાના દર્દી જોવા મળી રહ્યા છે.

પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીનો રાફડો ફાટયો છે, ડોક્ટર તથા સ્ટાફ 24 કલાક સેવામાં પોતાની ફરજ બજાવતા હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબત ધ્યાનમાં રાખીને સતત આ બાબતે યોગ્ય જરૂરી સારવાર દવાનો અભાવ ન થાય તેવી અપેક્ષા છે. પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર પાસે આ વિસ્તારમાં રહેતા પરિવારોની માાંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.