ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠની તકલીફના લીધે ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ટી-20 સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. હાર્દિકની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે. BCCIએ કહ્યું કે, ‘પંડ્યાને લોઅર બેક સ્ટીફનેસ છે અને મેડિકલ ટીમે તેને આરામ આપવાનું નક્કી કર્યું છે.
પંડ્યા આવતા અઠવાડિયાથી નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે ઇજામાંથી ઉભરવાની વિધિ શરૂ કરશે.’ ઓસ્ટ્રેલિયાની ટીમના ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીથી વિશાખાપટનમ ખાતેની ટી-20 મેચથી થશે. તેઓ ભારત પ્રવાસ વખત બે ટી-20 અને પાંચ વનડે મેચ રમશે.