વિદેશનું ‘વિદ્યાધન’ કે ‘પૈસા’
ભાવિ વિદ્યાર્થી નકકી કરશે?
વિશ્ર્વની ટોચની યુનિવર્સિટીઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં ભારતીય વિદ્યાર્થીઓએ
મોઢુ ફેરવી લીધુ: બ્રિટનની યુનિવર્સિટીને ૪૦,૦૦૦ કરોડના આવકનું ગાબડુ પડશે
કોરોના મહામારીના પગલે વિદેશની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની ઓટ વર્તાઈ રહી છે. હવે વિદેશનું વિદ્યાધન કે પૈસાના આધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે. યુકેની યુનિવર્સિટીને મહામારીના કારણે કરોડો રૂપિયાની નુકશાની થઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનની યુનિવર્સિટીમાં એડમીશન લેવા વધુ ઉત્સુક નથી. સપ્ટેમ્બર મહિનામાં એડમીશન શરૂ થતાં હોય છે ત્યારે માત્ર ૫૦ ટકા વિદ્યાર્થીઓ જ બ્રિટનમાં એડમીશન લેશે તેવી વકી છે.
જો ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનની યુનિવર્સિટીથી છેડો ફાડશે તો ત્યાંની યુનિવર્સિટીઓને ૪૦,૦૦૦ કરોડની રકમનું ગાબડુ પડશે. ગત વર્ષે ૩૭૫૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટીશન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ હવે કોરોનાની સ્થિતિ વચ્ચે વિદેશી યુનિવર્સિટીઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. સામાન્ય રીતે વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનો
મુળ હેતુ ત્યાંનું ઈન્ફાસ્ટ્રકચર, રિસર્ચ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મેળવવાનો હોય છે પરંતુ જો યુનિવર્સિટીઓ ઓનલાઈન શિક્ષણ જ આપવા લાગે તો વિદ્યાર્થીઓને લાખાનો ખર્ચો કરીને ત્યાં જ એડમીશન મેળવવાની કોઈ જરૂર નથી. તાજેતરમાં કેમ્બ્રીજ યુનિવર્સિટી દ્વારા પણ ઓનલાઈન ભણાવવાનો નિર્ણય લેવાયો હતો. જો ટ્યુટીરીયલ સેમીનાર સહિતનું ઓનલાઈન રહે તો વિદ્યાર્થીઓ ભારતમાં જ ભણે તે સારૂ છે. આવુ વિચારીને ઓછા વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છુક છે.