એક તરફ અંગ દઝાડતી ગરમી જયારે બીજી બાજુ રાજયના અનેક ભાગોમાં દિન-પ્રતિદિન જળસંકટ વધી રહ્યું છે
ગુજરાતમાં એક તરફ અંગ દઝાડતી ગરમી લોકોની મુશ્કેલી વધારી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં દિન-પ્રતિદિન જળસંકટ વધી રહ્યું છે. હજુ તો ઉનાળો બાકી છે. ત્યાં તો રાજ્યના 207 ડેમોમાં 50 ટકાથી ઓછું પામી બચ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી માટે પીવાના પાણી બાબતે ભારે સંકટ વધી રહ્યું છે. રાજ્યના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યુ છે. જેમાં વાત કરીએ તો સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી ઉપલબદ્ધ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 14.77ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 43.87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.04ટકા, કચ્છના 20 જળાશયોમાં 19.74 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 37.10 ટકા પાણી બચ્યું છે.